પાલિકામાં સળંગ ફરજ બજાવનારને કાયમી કરવા માટે માગ કરાઈ 
29, ડિસેમ્બર 2020

વડોદરા,તા.૨૮  

વડોદરા મહાનગર પાલિકામાં ડોર ટુ ડોરની સફાઈની કામગીરીમાં લાંબા સમયથી ફરજ બજાવનાર કામદારોને કાયમી કરવામાં આવે નહિ તો તેઓ આગામી દિવસોમાં ઉગ્ર લડત આપનાર છે. આ બાબતે કામદારોનું નેતૃત્વ કરનાર ગુજરાત સફાઈ કામદાર મહામંડળના શહેર પ્રમુખ જગદીશ સોલંકીએ સત્તાવાળાઓને અલ્ટીમેટમ આપ્યું છે. તેઓએ આ બાબતે રજૂઆત કરતા જણાવ્યું છે કે વડોદરા મહાનગર પાલિકામાં ડોર ટુ ડોરમાં કામ કરતા કામદારોએ પાલિકામાં સળંગ ફરજની કામગીરી બજાવેલી છે. તેમજ બજાવી રહ્યા છે. પરંતુ તેમ છતાં પાલિકા દ્વારા તેઓને કાયમી કરવામાં આવેલ નથી. બલ્કે કોન્ટ્રાકટ હેઠળ રાખવામાં આવેલ છે. પાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની કામગીરીમાં પાલિકાના વિહિકલમાં ફરજ બજાવતા ડ્રાઈવર,કંડક્ટર અને સાથી કામદાર એમ ત્રણ કર્મચારીઓ ફરજ બજાવે છે. પાલિકા આ કામગીરીને માટે શહેરીજનો પાસેથી વેરાની વસુલાત કરે છે. આ કામદારોને તાકીદની સેવાઓના કામને માટે પણ બોલાવવામાં આવે છે. પરંતુ તેઓને કાયમી કર્મચારીઓને મળતી સવલતો અને પગાર આપવામાં આવતો નથી. એક સરખી કામગીરી છતાં પગારમાં તફાવતને લઈને બભેદભાવ રાખવામાં આવે છે. એની સામે આક્રોશ વ્યક્ત કરીને સમાન ધોરણ અપનાવવાની માગ કરી છે. આ કામદારોનું કોન્ટ્રાક્ટમાં શોસણ થતું હોવાની ફરિયાદ પણ કરાઈ છે. આ સંજાેગોમાં તેઓને કાયમી કર્મચારી જેવી સવલતો અને પગાર આપવાની માગ કરી છે. જાે આ બાબતે તાકીદે ર્નિણય લેવામાં આવશે નહિ તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution