અમદાવાદ-

શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને લઈને અગાઉ ડીમોલેશન અને ડ્રાઈવ યોજવામાં આવી રહી હતી. પરંતુ વચ્ચેના સમયગાળામાં કોરોના વાઇરસના કારણે તમામ કાર્યવાહી બંધ રાખવામાં હતી ત્યારે હવે ફરીથી કોર્પોરેશન અને પોલીસ દ્વારા સાથે મળીને ડીમોલેશન શરુ કરવામાં આવ્યું છે. સરખેજ અને જૂહાપુરા સહિતના વિસ્તારોમાં સવારથી ડીમોલેશન શરુ કરવામાં આવ્યું છે.

સરખેજ જૂહાપુરા રોડ પર લોકોએ રસ્તા પર ગેરકાયદેસર બાંધકામ કરીને દબાણ કર્યું હતું ત્યારે હવે તે દબાણ દૂર કરવા કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં કેટલાક કુખ્યાત વ્યક્તિઓના પણ બાંધકામ હોવાને કારણે અને અન્ય લોકો સાથે ઘર્ષણ ન થાય તે માટે પોલીસની પણ મદદ લેવામાં આવી છે. ઝોન-7 ડીસીપી પ્રેમ સુખ ડેલુ સહિત મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ડીમોલેશન શરુ કરવામાં આવ્યું છે અને જાહેર રોડ પર ઉભા કરેલા દબાણ દૂર કરવામાં આવી રહ્યાં છે.અમદાવાદ શહેરમાં લાંબા સમય બાદ ફરી એકવાર વધારાના દબાણ દૂર કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે. અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટી સંખ્યામાં પોલીસ કાફલો સાથે રાખીને ડીમોલેશન શરુ કરવામાં આવ્યું છે.