૧૫૦ જેટલા કામદારો દ્વારા અચોક્કસ મુદતના ધરણાં પ્રદર્શન
11, જુન 2022

લખપત તાલુકાના ઉમરસર ખાતે   લિગ્નાઇટ ખાણમાં યોગ્ય વેતન અને સ્થાનિક લોકોને રોજગાર આપવાની રજૂઆત સાથે ૧૫૦ જેટલા કામદારો દ્વારા અચોક્કસ મુદતના ધરણાં પ્રદર્શન છેલ્લા ચાર દિવસથી શરૂ કરવામાં આવ્યા છે. ખાનગી એકમ અને તેના અંદરની પેટા કોન્ટ્રાક્ટ કંપની પાસે સ્થાનિક કામદારોની માગ છે કે બહારના વ્યક્તિઓના બદલે સ્થાનિક લોકોને નોકરી અપાય. તેમજ જે કામ કરી રહ્યા છે એ કામદારોને પૂરતું વેતન આપવામાં આવે. જાે કે કંપની તરફથી હજુ સુધી કામદારોની માગ સંતોષવામાં ના આવતાં ધરણાં પ્રદર્શન ચાલુ રહેવા પામ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution