રાજકોટ,રાજકોટ શહેરમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ જાેવા મળ્યું હતું, પરંતુ બપોર બાદ વીજળીના કડાકાભડાકા સાથે એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. શહેરના જામનગર રોડ, યાજ્ઞિક રોડ, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રેસકોર્સ, રૈયા રોડ, કિશાનપરા ચોક, યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ અને મોરબી રોડ સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો છે, આથી શહેરના મુખ્ય માર્ગો પર એકથી બે ફૂટ સુધી પાણી ભરાઈ ગયાં છે. બીજી તરફ, ભારે માધાપર ચોકડીએ ગોઠણસમા પાણી ભરાતાં બાઇક, રિક્ષા બંધ પડી જતાં ચાલકો પરેશાન થઈ રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૪ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેના પગલે ટીમ રાજકોટ જિલ્લામાં ઉતારીને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જેમાં ટીમ દ્વારા બચાવની કામગીરી માટે લાઈવબોય, લાઈવ જેકેટ,રબ્બરની બોટ તેમજ વૃક્ષો કાપવાનાં કટિંગ મશીનો સહિતનાં સાધનો સાથે સજ્જ રાખવામાં આવ્યાં છે. આ ની ટીમ જે જગ્યા પર વધારે વરસાદ અને બચાવની કામગીરીની જરૂર હશે એ તરફ જઇને કામગીરી કરશે. રાજકોટ શહેર બાદ ગ્રામ્ય વિસ્તારોને પણ મેઘરાજા ધમરોળી રહ્યા છે. જસદણના આટકોટ, જંગવડ, પાચવડા, ગુંદાળા સહિતનાં ગામોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે, આથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. શહેરની માધાપર ચોકડીએ ગોઠણસમા પાણી ભરાયાં છે, આથી મ્ઇ્‌જી બસમાં જતા મુસાફરોને મુશ્કેલી પડી છે. ૨ ઇંચ વરસાદ બાદ શનિવારે વરસાદે વિરામ લીધો હતો. રવિવારે સાંજે વરસાદ શરૂ થયો હતો. એક કલાકમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. આંશિક વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ૭ કલાકે વરસાદ શરૂ થયો હતો. વરસાદ બાદ સાંજના સમયે ઠંડો પવન રહેવાને કારણે વાતાવરણમાં ઠંડક જાેવા મળી હતી. સેન્ટ્રલ ઝોનમાં ૧ મીમી, ઇસ્ટ ઝોનમાં ૯ અને વેસ્ટ ઝોનમાં ૨ મિમી વરસાદ પડ્યો હતો. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજકોટના ૩, જામનગરના ૧ અને મોરબીના ૧ અને દેવભૂમિ દ્વારકાના ૨ સહિત ૭ જળસ્રોતમાં સામાન્યથી લઇને ૧૪.૧૧ ફૂટ સુધીની નવાં નીરની આવક નોંધાઇ છે.

ભારે વરસાદને કારણે બચાવ કામગીરી માટે એનડીઆરએફ રાજકોટમાં

જ્યારે જ્યારે આફત આવે ત્યારે ત્યારે એની સામે રક્ષણ માટે એનડીઆરએફ (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની ટીમો હરહંમેશ તહેનાત રહે છે. ત્યારે સૌરાષ્ટ્રમાં આગામી ૪ દિવસ સુધી ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની ૩ ટીમને રાજકોટમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જરૂર જણાયે જે-તે જિલ્લામાં તેમને મોકલી આપવામાં આવશે. રાજકોટમાં ૭૫ જવાનો બચાવ સામગ્રી સાધનો સાથે તહેનાત રાખવામાં આવ્યા છે અને તેમના દ્વારા એક મોકડ્રીલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ટીમના જવાનો પાણીમાં ૧૦૦ ફૂટ ઊંડે કોઈ વ્યક્તિ ડૂબી ગઈ હોય તો તેને પણ બચાવી લે તેવી કાબેલિયત ધરાવે છે. ભૂકંપ, વાવાઝોડું કે અતિભારે વરસાદ જેવી કુદરતી આફત આવે એ સમયે  ટીમને તહેનાત કરવામાં આવતી હોય છે. એનડીઆરએફના જવાનોને ૬ મહિના સુધી સખત તાલીમ આપવામાં આવતી હોય છે. આ તાલીમ દરમિયાન કુદરતી આફત સામે કેમ લડવું, ક્યા સાધનનો કેવી રીતે ઉપયોગ કરવો સહિતની તાલીમ આપવામાં આવતી હોય છે. એનડીઆરએફની ટીમ જ્યારે પણ બચાવ કામગીરીમાં જાય ત્યારે તેમની સાથે રાખવામાં આવે છે. રાજકોટ પહોંચેલીએનડીઆરએફની ટીમ બોટ, રસ્સા, કટર અને કોમ્યુનિકેશન માટેનાં ઉપકરણો પણ સાથે લાવી છે. જેના થકી ભારે વરસાદના પગલે લોકો સાથે સંપર્ક કરી જરૂર જણાયે સલામત સ્થળ પર તેમને ખસેડવા કામગીરી હાથ ધરશે.