રાજકોટની સૂચિત ૪૦ શાળાઓ દ્વારા ગેરકાયદે દબાણ કરાયા હોવાની વિગતો સામે આવી
26, મે 2022

રાજકોટ, રાજકોટમાં ૫ દિવસ પહેલા મળેલા મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં આપ અને ભાજપના નેતાઓએ વચ્ચે થયેલી ઉગ્રબોલાચાલી દરમિયાન એવી વિગતો સામે આવી હતી કે, ૪૦થી વધુ સૂચિત શાળાઓ, ૪૮ને બાંધકામની મંજૂરી નથી. આ મામલે મેયર ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, તપાસ ચાલુ છે. જાે શાળા પાસે બાંધકામની મંજૂરી નહીં હોય તો જવાબદાર સામે પગલાં લેવાશે અને જરૂર પડશે તો સ્કૂલની માન્યતા રદ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે જનરલ બોર્ડમાં એવું સામે આવ્યું હતું કે રાજકોટ શહેરમાં કુલ ૮૯૮ શાળા કોલેજ છે જેમાંથી ફક્ત ૪૯૧ શાળાએ જ બિલ્ડિંગ પ્લાન મંજૂર કરાવ્યા છે જેમાંથી ફક્ત ૮૬ પાસે જ મેદાન અને ૧૨૫ પાસે પાર્કિંગની વ્યવસ્થા છે. ૪૮ બિલ્ડિંગ મનપાની મંજૂરી વગર ધમધમે છે. ૪૦ એવી સંસ્થાઓ છે જેમણે સરકારી ખરાબા કે સૂચિત સોસાયટીઓમાં ગેરકાયદે દબાણ કરી લીધા છે.આ ઉપરાંત મેયરે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા સ્માર્ટ સોલ્યુશનનું અમલીકરણ કરવામાં આવે છે. આ કામગીરીના ભાગરૂપે મહાનગરપાલિકાની હદમાં આવેલ મનપા દ્વારા શહેરની ૫ લાખ મિલકતોનું જીઓ ટેગિંગ કરાશે. એ માટે તમામ રહેણાક તેમજ વાણિજ્ય હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવતી મિલકતોનો ડોર–ટુ–ડોર સર્વે કરવામાં આવશે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જિઓ ટેગિંગના અનેકવિધ ફાયદાઓ છે યારે તે માટે હાલમાં થતા સર્વે દરમિયાન માલિકીમાં ફેરબદલ, હેતુફેર, વપરાશના પ્રકારમાં ફેરબદલ, નવું કે વધારાનું બાંધકામ, ગેરકયદેસર નળ જાેડાણ, એક જ વ્યકિત કે પરિવાર પાસે કેટલી મિલકતો છે તેમાંથી કેટલી મિલકતોનો વેરો બાકી છે અને કેટલી મિલકતોનો વેરો ચૂકતે છે તેની જાણકારી, ભયજનક મિલકતો જેવી અનેક બાબતો સામે આવશે જેથી મહાપાલિકાને વેરા આવકમાં કરોડો પિયાનો ફાયદો થવાનો અંદાજ છે. આ ઉપરાંત શહેરની દરેક મિલકતનો સંપૂર્ણ ડેટા મહાપાલિકાને આંગળીના ટેરવે ઉપલબ્ધ થશે.દા.ત કોઈ મિલકતમાં વધારાનું બાંધકામ થયેલ હશે તો તેની જાણ ટાઉન વિભાગને તુરંત થઈ જશે જ્યારે ભૂતિયા નળ જાેડાણો અથવા નળનું બીલ ન કરતા હોય તેવા કનેક્શનો પણ બહાર આવશે. જેથી મેયર ડો.પ્રદીપ ડવ દ્વારા પ્રિ-મોન્સૂન પ્લાનને અમલમાં મુકવા તમામ શાખાઓને કામગીરી કરવા આદેશ આપ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution