લુણાવાડામાં ઉપવાસ પર ઉતરનાર ‘આપ’ પાર્ટીના કાર્યકરોની અટકાયત
15, ડિસેમ્બર 2020

લુણાવાડા, મહિસાગર જિલ્લાના વડામથક લુણાવાડા ખાતે આવેલ કલેકટર કચેરી મા મહિસાગર જિલ્લા કલેકટર ના હુકમ એક્ટ ૩૭ એ અનુસાર કોઈપણ પાર્ટી કે માણસો દ્વારા ધરણા કે આંદોલન નો કાર્યક્રમ કલેકટર કચેરીના પરિસરમાં રાખી ન શકે તેવો હુકમ કરેલ હતો . 

પરંતુ આજરોજ આમ આદમી પાર્ટી ના કાર્યકરો દ્વારા રાષ્ટ્રવ્યાપી ખેડૂત આંદોલનના સમર્થનમાં પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપવાસમાં આશરે ૮ થી ૧૨ જેટલા વ્યક્તિઓ એકઠા થયા હતા આ આંદોલન અને પ્રતિક ઉપવાસ નું આયોજન કરવામાં આવ્યું જેથી મહિસાગર જિલ્લા કલેકટર ના હુકમ નો અનાદર થતાં મહિસાગર જિલ્લા ના આમ આદમી પાર્ટીના કાર્યકરોને પોલીસ દ્વારા અટકાયત કરી ફુવારા સ્થિત પોલીસ સ્ટેશન પર લાવવામાં આવ્યા હતા.. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ખેડૂતોનું આંદોલન દેશભરમાં ચાલી રહ્યું છે તેથી વિરોધ પક્ષો સરકાર સામે વિરોધ કરી રહ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution