વાંસદા.વાંસદા ટાઉનમાં બંધની નહિવત અસર જાેવા મળી હતી.બંધને એલાનને પગલે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે એકંદરે શાંતિનો માહોલ જાેવા મળ્યો હતો.વાંસદા કચેરીની બાજુની લારીઓ અને ટાવર પાસેની દુકાનો બંધ જાેવા મળી જ્યારે અન્ય કેટલીક દુકાનો ખુલ્લી જાેવા મળી હતી. પરંતુ વાંસદા તાલુકાના કંડોલપાડા, વાંદરવેલા, મોટીવાલઝર, ભીનાર, પીપલખેડ જેવા ગામોમાં સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યું હતું.જ્યારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વાંસદા નગરમાં એકંદરે શાંતિના માહોલમાં માર્કેટીંગ યાર્ડ, સહિત બજારોમાં, દુકાનો અને એસટી સેવાઓ ચાલુ રહી હતી. કૃષિ સંબધિત ત્રણ વિધાયકો રદ કરવાની માંગ સાથે બુધવારે ખેડુત સંસ્થાઓ દ્વારા ભારત બંધને એલાન આપવામાં આવ્યું હતું. બંધના એલાનને પગલે પોલીસે સવારથી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી હતી. વાંસદા તાલુકામા સવારથી જ બંધના એલાનને પગલે બજારો સહિત પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.