દાહોદ, તા.૧૦

ગુજરાતમાં ચાલી રહેલી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષા દરમિયાન ગતરોજ ધોરણ ૧૦નું હિન્દીનુ પેપર પૂરું થવાના અડધા કલાક પહેલા સોશિયલ મીડિયામાં હિન્દીનું હાથથી સોલ્વ કરેલ પેપર વાયરલ થતાં શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી જતા હરકતમાં આવેલ શિક્ષણ વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કરાતા અને સમગ્ર ઘટનાને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગંભીરતાથી લેવાતા દરેક જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીને તપાસના આદેશ અપાતા અંતે ધોરણ ૧૦નુ હિન્દીનુ પેપર દાહોદ જિલ્લાના સંજેલી પંથકમાંથી વાયરલ થયું હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થતાં પોલીસે આ મામલે ચાર આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે તેમજ પાંચમા આરોપીની શોધખોળ સતત જારી રાખી છે ગત રોજ તારીખ ૯ એપ્રિલના રોજ ધોરણ ૧૦ ની હિન્દી ની પરીક્ષા હતી. જેમાં પરીક્ષા પૂર્ણ થવાના અડધો કલાક પહેલા હિન્દીનુ પેપર આન્સર કી સાથે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જે ફેસબુક એકાઉન્ટ પર પેપર વાયરલ થયું હતું તે સંજેલીના ચમારીયાના હોળી ફળિયામાં રહેતા ઘનશ્યામ જગદીશભાઈ ચારેલ નું હોવાનું ખુલ્યું હતું. તેની તપાસ કરતા ઘનશ્યામને આ પેપર નાની સંજેલીમાં રહેતા સુરેશ દલસીંગ ડામોરે ૯૬૮૯૮૬૬૩૯૪ નંબર પરથી વોટ્‌સએપ દ્વારા ૧૧ઃ૫૨ કલાકે જવાબો સાથે મોકલ્યું હતું સુરેશ ડામોર ની ઉલટ તપાસ કરતા તેમનો પુત્ર ચિરાગ ધોરણ ૧૦ની પરીક્ષા આપી રહ્યો હોવાનું ખુલ્યું હતું. હિન્દી વિષયના પેપર માટે મૂળ મહિસાગર જિલ્લાના કાળી બેલના રહેવાસી અને નાની સંજેલીમાં વૃંદાવન આશ્રમશાળાના પ્રાથમિક વિભાગના શિક્ષક શૈલેષ મોતીભાઈ પટેલે પોતાના ભૂતપૂર્વ વિદ્યાર્થી કે જે સીંગવડ તાલુકાના મેથાણમાં રહે છે તે અમિતભાઈ તાવિયાડનો સંપર્ક કરાવી આપ્યો હતો. જે અમિત તાવીયાડએ હિન્દી નુપેપર સવારે ૧૦ઃ૪૭ કલાકે મોબાઇલ નંબર ૯૩૧૩૫૫૪૮૪૮ પરથી સુરેશ ડામોરને મોકલી આપ્યું હતું આ પેપરની પ્રિન્ટ કાઢવા માટે સુરેશે તેના મિત્ર જયેશ દલસીંગ ડામોરને ફોન કર્યો હતો જય છે તેને ઘરે બોલાવીને આ પેપરની પ્રિન્ટ કાઢવા માટે તેના સંબંધી ઘનશ્યામ જગદીશ ચારેલ ને મોકલી આપ્યું હતું ત્યારબાદ આ પેપર વાયરલ થયું હોવાનો ઘટસ્ફોટ થયો છે જેથી પોલીસે ઉપરોક્ત પાંચેય ની સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પેપર અડધા કલાકમાં ફરતું થયું છતાં આને પેપર ફૂટયું ના કહેવાય તેવું શિક્ષણ બોર્ડનું રટણ!

 ગત રોજ શનિવારે ધોરણ ૧૦ નુ હિન્દીનુ પેપર હતું જે અડધા કલાકમાં સોશિયલ મીડિયામાં ફરતું થઈ ગયું હતું. ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આને પેપર ફૂટયું ન કહેવાય જાેકે તેની સાથે સાથે શિક્ષણ બોર્ડે પેપર ફરતું થયાના મુદ્દે તપાસ હાથ ધરી છે ધોરણ ૧૦ના હિન્દી પેપરમાં પૂછાયેલા સવાલના હાથથી લખાયેલા જવાબ તો તેલ મીડિયામાં વાઇરલ થયા હતા પેપરમાં સવાલના સેકસન પ્રમાણે જવાબો વાયરલ થયા હતા શનિવાર ના પેપર ના જવાબ લીક થયા છે જેથી શિક્ષણ બોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે એવું અધિકારીઓએ જણાવ્યું હતું ફેસબુકના જે પેજ પર આ પેપર વાયરલ થયું છે તેમાં એવું લખ્યું છે કે ધોરણ ૧૦ નુ પેપર પૂરું થવાને હજી અડધા કલાકની વાર છે પણ કોઈ અજાણ્યા નંબર પરથી આ પેપર વોટ્‌સએપ પર મળ્યું છે ઘનશ્યામ ચારેલ નામના વ્યક્તિએ પેપર સોલ થયેલા ફોટા સોશિયલ મીડિયા પર મૂકીને ગેરરીતિ અંગે જણાવ્યું હતું.

અમિત તાવિયાડ પાસે પેપર ક્યાંથી આવ્યું તે રહસ્ય હજી અકબંધ

ધોરણ ૧૦ નુ હિન્દીનુ પેપર અમિત તાવિયાડ નામના શખ્સે પોણા અગિયાર વાગ્યે જ સુરેશને મોકલી આપ્યાનો ખુલાસો થયો છે જાેકે આ પેપર અમિત પાસે ક્યાંથી આવ્યું તેનો હજી ખુલાસો થવા પામ્યો નથી પોલીસે આ મામલે ઘનશ્યામ ચારેલ સુરેશ ડામોર શૈલેષ પટેલ અને જયેશ ડામોરની ધરપકડ કરી છે જ્યારે અમે તો તાવિયાડ પોલીસ પકડથી હજી દૂર છે અને પોલીસ તેને શોધી રહી છે.