ન્યુ દિલ્હી,તા.૨

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના મહત્વના ઉદ્યોગ સંગઠન સીઆઇઆઇની વાર્ષિક સામાન્ય સભાને કરેલા સંબોધનમાં કોરોનાને પગલે દેશના અર્થતંત્રની ગતિ ધીમી પડી હોવાનું જણાવીને આત્મવિશ્વાસ સાથે એવી પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી કે, કોરોના મહામારીને રોકવા લાદવામાં આવેલા લોકડાઉન-૪ બાદ હવે અનલોક-૧ શરૂ થયાના બીજા જ દિવસે એટલે કે આજે ૨ જૂનના રોજ વડાપ્રધાને જાહેર કાર્યક્રમને સંબોધન કર્યું હોય તેવી આ પહેલો જ પ્રસંગ હતો. સીઆઈઆઈના ૧૨૫માં વર્ષે તેની વાર્ષિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ વર્ષે તેના સેશનની થીમ ગેટિંગ ગ્રોથ બેક રાખવામાં આવી હતી. આ સભામાં દેશના ટોચના બિઝનેસ હાઉસીસના દિગજ્જ લોકો હાજર રહ્યા હતા. 

દેશના અર્થતંત્રના કર્ણધારોને સંબોધતા મોદીએ કÌšં કે, ૧૨૫ વર્ષમાં સીઆઈઆઈને મજબૂત બનાવવામાં જેણે ફાળો આપ્યો તેને હું અભિનંદન આપીશ. જેઓ આપણી વચ્ચે નથી તેઓને હું આદરપૂર્વક નમન. કોરોનાના આ સમયગાળામાં, આના જેવી ઓનલાઇન ઇવેન્ટ્‌સ હવે સામાન્ય બની રહી છે. આ માણસની સૌથી મોટી તાકાત છે. આપણે લોકોના જીવ બચાવવા અને અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવી પડશે. તમે બધા ઉદ્યોગના લોકો અભિનંદનને પાત્ર છો. હું ગેટિંગ ગ્રોથ બેકથી આગળ વધીને કહીશ... વી આર ગેટિંગ ગ્રોથ બેક....!. તમે આશ્ચર્યચકિત થશો કે કટોકટીની આ ઘડીમાં હું આત્મવિશ્વાસ સાથે કેવી રીતે બોલું છું. પણ આનાં ઘણાં કારણો છે. મને ભારતની પ્રતિભા અને તકનીક પર વિશ્વાસ છે. આ સંકટની ઘડીમાં આટલા આત્મવિશ્વાસ સાથે હું આ વાત કરી રહ્યો છું તેનું કારણ ભારતીયોની પ્રતિભા અને ક્ષમતા તેમજ દેશની ક્રાઈસ મેનેજમેન્ટની યોગ્યતા છે. યુવાનો અને ટેક્નોલોજી પર મને વિશ્વાસ છે.

પીએમએ ઉદ્યોગ જગતની સાથે સૌ કોઇનો જામ અને જુસ્સો વધારતા જણાવ્યું હતું. કોરોનાને પગલે દેશના અર્થતંત્રની ગતિ ધીમી પડી છે પરંતુ હવે દેશમાં અનલોક વન સાથએ જ લોકડાઉન ખોલી દેવાયું છે. પ્રથમ ચરણમાં અર્થતંત્રના મોટાભાગને ખોલી દેવામાં આવ્યો છે

ખરા સમયે યોગ્ય રીતે યોગ્ય સાચા પગલાં ભર્યા એમ કહીને તેમણે જણાવ્યું કે, અન્ય દેશો સાથે સરખામણી કરવામાં આવે તો તે બતાવે છે કે ભારતમાં લોકડાઉનથી કેટલો ફાયદો થાય છે. હવે સવાલ એ છે કે, આગળ શું છે? ઉદ્યોગના નેતા તરીકે, આ પ્રશ્ન તમારા મગજમાં ચોક્કસપણે રહેશે, અમે શું કરવા જઈ રહ્યા છીએ. મને આત્મનિર્ભર ભારત અભિયાન વિશે પણ ખાતરી છે કે તમને સવાલો થશે. અને આ સ્વાભાવિક છે. પરંતુ કોરોના સામે દેશની અર્થવ્યવસ્થાને ફરીથી મજબુત બનાવવી એ મારી સરકારની પ્રાથમિકતા છે.

તેમણે પાંચ આઇનો મંત્ર આપતા કÌšં કે, અમારા નિર્ણયોમાં, ઇ

સીઆઈઆઈ જેવા સંગઠનોની જવાબદારી છે કે જા તમે એક પગલું ભરો તો સરકાર ચાર પગલા ભરીને તમારી મદદ કરશે. વડા પ્રધાન તરીકે તમને વિશ્વાસ આપું છુ. તમારી પાસે એક સ્પષ્ટ રસ્તો છે, આત્મનિર્ભર ભારતનો રસ્તો. આત્મનિર્ભર ભારતનો અર્થ એ છે કે આપણે વિશ્વના અર્થતંત્ર સાથે પણ મજબુત અને સપોર્ટિવ બનીએ.

આપણે સ્થાનિક સપ્લાય ચેઇનમાં એવું રોકાણ કરવું પડશે જેથી વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભારતની Âસ્થતિને મજબૂત બને. મને લાગે છે કે સીઆઈઆઈ જેવી સંસ્થાઓ પણ ફોર્સ કોરોનાની જેમ આગળ આવવું પડશે. વૈશ્વિક સ્તરે તમારું બજાર વધારવામાં તમારે ઉદ્યોગને મદદ કરવી પડશે. હવે દેશમાં એવા ઉત્પાદનો બનાવવાની જરૂર છે જે મેડ ઇન ઇÂન્ડયા હોય અને મેડ ફોર ફોરેન હોય. દેશની આયાત કેવી રીતે ઘટાડવી તે અંગે વિચારવાની જરૂર છે.