અમદાવાદ-

65 લાખના તોડકાંડ કેસમાં મહિલા PSI સ્વેતા જાડેજાનાં બનેવી દેવેન્દ્ર આડેદરને સેસન્સ કોર્ટે ભાગેડુ જાહેર કર્યો છે. તોડકાંડ પ્રકરણમાં મહિલા PSI નાં બનેવીની સીધી કે આડ કતરી રીતે સંડોવણી હોવાની શંકા ક્રાઈમ બ્રાન્ચને લાગી હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચે સ્વેતા જાડેજાના બનેવીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી હતી. જોકે, ધડપકડ કરવામાં આવે તે પહેલા જ દેવેન્દ્ર મિસ્ટર ઇન્ડીયા થઇ ગયો હતો. દેવેન્દ્ર આડેદરની કોઈ કડી ક્રાઇમ બ્રાન્ચને ન મળતા આખરે તેમણે અમદાવાદ સેસન્સ કોર્ટમાં સીઆરપીસીની કલમ 82 મુજબના રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યા હતા.

સેશન્સ કોર્ટે મામલાની પરિસ્થિતિને ધ્યાને રાખીને ક્રાઈમ બ્રાન્ચની સીઆરપીસીની કલમ 82મુજબના રિપોર્ટ ને મંજુર કર્યો હતો. દેવેન્દ્રને ભાગેડુ જાહેર કરવામાં આવતાની સાથે જ પોલીસે રાજ્યનાં તમામ પોલીસ સ્ટેશનનોને આ મામલે જાણ કરી છે. જ્યાં પણ આરોપી દેવેન્દ્ર આડેદર દેખાય ત્યાં તેની ધરપકડ કરી લેવી તેવો આદેશ જાહેર કરાયો છે. ઉલ્લખનીય છે કે તોડકાંડમાં મહિલા પીએસઆઇનાં બનેવીએ 45 લાખ લીધા હોવાનો પુરાવો ક્રાઈમ બ્રાન્ચના હાથે આવતા તેમણે દેવેન્દ્ર આડેદરની ધરપકડ કરવાની કવાયત શરૂ કરી હતી. આપને જણાવી દઇએ કે આજ કેસમાં મહિલા PSI સ્વેતા જાડેજા હાલ જેલ હવાલે છે.