દેવગઢ બારીયા શહેર ભાજપ દ્વારા રોગ નિદાન અને વેક્સિનેશન કેમ્પ
25, સપ્ટેમ્બર 2021

દે.બારીયા

આજરોજ પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીની જન્મ જયંતી નિમિત્તે તથા સેવા અને સમર્પણ અભિયાન (૧૭ સપ્ટેમ્બરથી ૭ ઓક્ટોબર) અંતર્ગત દેવગઢ બારીયા શહેર ભાજપ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ અને વેક્સિનેશન કેમ્પનું આયુર્વેદિક હોસ્પિટલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ તેમા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પંડિત દીનદયાળની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવા મા આવી હતી. આ કાર્યક્રમમા શહેર ભાજપ પ્રમુખ નિમેષ જાેષી, મહામંત્રી જયેન્દ્રસિંહ જાડેજા નગરપાલિકા પ્રમુખ ચાર્મી સોની , ઉપપ્રમુખ ગૌરાંગ પંડ્યા, સજ્જન બા , શકુબેન બારીયા , કમલેશદરજી , તેમજ પાર્ટી ના તમામ વરિષ્ઠ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા... આ કેમ્પ મા ડૉ અલ્કેશ ગેહલોત, ડૉ હાર્દિક વ્યાસ , ડૉ મયુરભાઈ વિગેરે ઓએ સેવાઓ આપી હતી. મોટી સંખ્યામા નગરજનોએ વેક્ષીનેશન અને આયુર્વેદિક ચિકિત્સા પધ્ધતિ નો લાભ લીધો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution