જૂનાગઢ, કોરોનાના કારણે સતત બીજા વર્ષે સામાન્ય લોકો માટે ગીરનારની લીલી પરિક્રમા બંધ રાખવામા આવી હતી. તેમ છતા રવિવારના રોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જૂનાગઢ પહોંચી જતા હોબાળો મચ્યો હતો. તંત્ર દ્વારા પહેલા ફક્ત સાધુ-સંતો માટે પ્રતિકાત્મક પરિક્રમાને જ મંજૂરી આપવામા આવી હતી. પરંતુ, શ્રદ્ધાળુઓની લાગણીને ધ્યાનમાં રાખી અંતે સામાન્ય લોકોને પણ ૪૦૦-૪૦૦ના જૂથમાં પરિક્રમા કરવા માટેની મંજૂરી આપવામા આવતા શ્રદ્ધાળુઓમાં આનંદની લાગણી છવાઈ હતી. જૂનાગઢમાં ગરવા ગીરનારના સાંનિઘ્યે્‌ વર્ષોથી યોજાતી લીલી પરિક્રમા ચાલુ વર્ષે કોરોનાની ગાઇડલાઇન મુજબ માત્ર ૪૦૦ જેટલા સાઘુ-સંતો માટે સમિતિ પ્રતિકાત્મરક રીતે કરવાની તંત્રએ છુટ આપી હતી. જેને લઇ શ્રઘ્ઘાધળુઓમાં ભારોભાર રોષ જાેવા મળ્યો હતો. આજે મઘ્યએરાત્રીથી લીલી પરીક્રમા શરૂ થાય તે પૂર્વે જ રવિવારના સવારથી ગીરનાર તળેટી વિસ્તાોરમાં પરીક્રમાના રૂટ પર પ્રવેશવાના ઇટવા ગેઇટ પાસે દૂર દૂરથી આવી રહેલ શ્રઘ્ઘોળુઓ મોટી સંખ્યામાં એકત્ર થઇ રહ્યા હતા. બપોરના બારેક વાગ્યાાથી પરિક્રમા કરવાની માંગ સાથે પરિક્રમાર્થીઓ સતત હોબાળો મચાવી રહ્યા હતા. પરિસ્થિતિ વણસે નહીં તેને ઘ્યાંને લઇ તંત્ર દ્રારા સ્થાળનિક પોલીસ, ક્રાઇમ બ્રાંચ અને બહારની પોલીસ ભવનાથમાં બોલાવી બંદોબસ્તા તૈનાત કરવામાં આવ્યોો હતો.