અરવલ્લી,શામળાજી,તા.૩ 

રક્ષાબંધનનાં પવિત્ર દિવસે ભગવાન શામળીયાને સોનાની રાખડી બાંધવામાં આવી હતી. ભક્ત દ્વારા ભગવાન શામળીયાને હિરાજડિત સોનાનું આભુષણ અપૅણ કરવામાં આવ્યું હતું. 

નાળીયેરી પુનમના દિવસે વહેલી સવારથી જ ભક્તો શામળીયાને દરબાર માં આવી પહોંચ્યા હતા આજરોજ રક્ષાબંધનનાં પવૅના દિવસે કાળીયા ઠાકોરના દર્શન કરવા માટે દુર દુરથી ભગવાન શામળીયાના દર્શન કરવા માટે મંદિર પરિસરમાં લાંબી લાઈનમાં ગોઠવાઈ ગયા હતા. ભક્તોને સેનેટાઈજ કરીને સોશિઅલ ડીસ્ટન્સ મુજબ માસ્ક પહેરીને આવેલ ભક્તોને મંદિરનાં ગભૅગૃહમાં જવા દેવામાં આવતા હતા. ભગવાન શામળીયાને મંદિરનાં પુજારી પરેશભાઈ તથા વિનયભાઈ દ્વારા ભગવાન શામળીયાને સુંદર વાઘામાં શણગારવામાં આવ્યા હતા. ભગવાનને સોનાનાં દાગીના પહેરાવવામાં આવ્યાં હતા. ભગવાનના ગભૅગૃહમાંથી ભક્તો બહાર નિકળવાનુ નામ લેતાં ન હતાં. ભગવાનનાં આશીર્વાદ મેળવી આનંદ વિભોર થઇ ગયા હતા. મંદિર પરિસરમાં બજાર હાઈવે રોડ પર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.રક્ષાબંધનનાં પવિત્ર દિવસે ભગવાન શામળીયા શેઠને સોનાની રાખડી બાંધવામાં આવી હતી. એક ભક્ત દ્વારા ભગવાન શામળીયાને હિરાજડિત રત્ન આંખની પાંપણ સોનાની ભગવાન શામળીયાના ચરણોમાં અર્પણ કરી હતી. ભગવાન શામળીયાને સંપૂર્ણ સોનાનાં આભુષણથી શણગારવામાં આવ્યા હતા.