ગુરુ પૂર્ણિમાનાં પાવન પર્વે ભગવાન શામળીયાનાં દશૅન કરવા ઉમટ્યા ભક્તો
24, જુલાઈ 2021

અરવલ્લી

આજરોજ ગુરુ પૂર્ણિમાનાં પાવન પર્વે ભગવાન શામળીયાના દરબારમાં વહેલી સવારથી જ ભક્તો કાળીયા ઠાકોરના દર્શને આવ્યા હતા. ભગવાનનાં દશૅન કરવા માટે ભક્તો લાંબી લાઈનમાં ઉભા રહીને ભગવાન શામળીયાના આશીર્વાદ મેળવવા માટે વહેલી સવારથી ભક્તોની લાંબી લાઈન લાગી હતી.


ભગવાન શામળીયાના દરબારમાં સન્મુખ દર્શન કરીને ધન્યતા અનુભવતા હતા. મંદિરનાં પુજારી પરેશભાઈ તથા વિનયભાઈ દ્વારા ભગવાન શામળીયાને સુંદર વાધામાં ભગવાન શામળીયાને સોના ચાંદી હીરા જડિત મુગટમાંથી ભગવાનને દાગીના પહેરાવી સુશોભિત કરવામાં આવ્યા હતા.


ભગવાનની પ્રતિમા આગળથી ભક્તો હટવાનુ નામ જ નહોતા લેતા ભગવાનનાં સન્મુખ દર્શન કરીને ધન્યતા અનુભવતા હતા. ભગવાનનાં દશૅન કરીને ભક્તો ખાખચોક મંદિરનાં મહંત હરકિશોરદાસનાં આશીર્વાદ મેળવ્યા હતા. તે જ રીતે ભક્તો ગુરુનાં આશીર્વાદ મેળવવા માટે તેમનાં આક્ષૃમમા પહોંચી ગુરુનાં આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવતા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution