ડભોઇ : ચાંદોદ તીર્થધામ હાલ શ્રાધ્ધ પક્ષ ના દિવસો ચાલી રહ્યા હોવાથી શ્ર્‌ધ્ધાળુઓ પોતાના સદગત પિતૃઓના મોક્ષાર્થે વડોદરા જિલ્લાના નર્મદા કિનારા ના દક્ષિણ પ્રયાગ તીર્થધામ ચાંદોદ માં પધારી પોત પોતાના ગોર મહારાજ પાસે પિતૃ તર્પણ- પિંડદાન-શ્રાધ્ધ કર્મ કરાવી- પવિત્ર નર્મદા નદી માં સ્નાન કરી પોતાના પૂર્વજો નું ૠણ અદા કરી ધન્યતા પામી રહ્યા છે. 

 શ્રાધ્ધ થી વધી ને બીજી કોઇ કલ્યાણકારક વસ્તુ નથી શાસ્ત્રો માં ભાદરવા વદ એકમ થી અમાસ સુધીના પખવાડિયા ને શ્રાધ્ધ પક્ષ કહેવામાં આવે છે. માતૃ અને પિતૃ દેવો ભવ ની સંસ્કૃતિ ધરાવતી ભારતીય જીવન પ્રણાલી માં તેઓના અગણિત ઉપકારો ની સ્મૃતિ ને ચિરંજીવ રાખવા આપણાં શાસ્ત્રોમાં શ્રાધ્ધ પક્ષ નો પર્વ સુચવવામાં આવ્યો છે પોતાના પિતૃઓ જે તિથી એ મૃત્યુ પામ્યાં હોય એ તિથી એ પોતાના સદગત પૂર્વજોની પૂજા કરી ગાય -કૂતરા ને ખવડાવી, કાગવાસ આપી, પીપળે પાણી ચઢાવવામાં આવે છે ભોજન માં વિશેષ રૂપે દૂધપાક-ખીર બનાવવામાં આવે છે શ્રાધ્ધ કર્મ માટે પવિત્ર નદી કિનારા ના તીર્થ નો વિશેષ મહિમા વર્ણવાયો છે ત્યારે હાલ આ દિવસોમાં પવિત્ર નર્મદા નદી કિનારા ના ચાંદોદ તીર્થધામ માં ગુજરાત સહિત ભારતભરમાંથી ભાવિકો આવે છે.