વાંસદા. વાંસદા તાલુકામાં આવેલ જીઈબીમાં લાઈટ બિલ ભરવા માટે લોકોની ભીડ ઉમટી હતી.જેમાં કોરોના ગાઇડલાઇનનો ભંગ કરતા દ્રશ્યો સર્જાયા હતા.જીઈબી બિલ ભરવાના નામે જાણે સોશિયલ ડિસ્ટન્સના લીરા ઉડાવી રહ્યું હોય તેમ વાંસદા જીઈબી બિલો ભરવા માટે કચેરી ખાતે લોકોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના મહામારીથી બચવા દો ગજકી દૂરી માસ્ક હે જરૂરીનો સંદેશ આપી રહ્યા છે. ત્યારે વાંસદા જીઈબીમાં લાઈટ બિલ ભરવાની રામાયણ વચ્ચે આ સ્લોગન ના ધજાગરા ઉડ્યાના દ્રશ્ય સામે આવ્યા છે. ત્યારે આમ જનતા સવાલ કરી રહી છે કે, શુ કાયદો પ્રજા માટે જ છે? જીઈબી માટે નથી શુ.? હાલમાં કોરોના બેફામ બની રહ્યો છે અને જીઈબીના કર્મચારીઓ કોરોના મહામારીમાં નિયમોનું ઉલ્લંઘન કરીને ભીડ બિલ ભરવા માટે ભીડ ભેગી કરીને સંક્રમણ વધારી રહી છે જેવા અનેક પ્રશ્નો ઉભા થયા છે. ત્યારે પ્રજા માસ્ક ન પહેરે તો દંડ, સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરે તો દંડ પ્રસંગમાં ભીડ વધુ ભેગી કરે તો દંડ, પણ જીઈબીના કર્મચારીઓ નિયમોનું પાલન નહી કરે તો કોઈ કાર્યવાહી કે દંડ નહીં.આમ જનતા કરે તો દંડ, જેમાં હાલની પરિસ્થિતિ માં સામાન્ય માણસ ડરતા-ડરતા ઘરેથી બહાર નિકળી રહ્યા છે.