ગાંધીનગર, તાજેતરમાં પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓ તેમની માંગણીઓ સાથે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા હતા. તેમને આરોગ્ય કમિશનરે તેઓની મૂળભૂત ફરજના સ્થળે તાત્કાલિક બિન શરતી હાજર થવાનું જણાવ્યું હતુ. જાે આમ નહીં થાય તો તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. આ સંબંધમાં રાજ્યના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓ એવા કોરોના વોરિયર્સને દંડવાના બદલે તેમની માંગણીઓ સ્વીકારવા માટેની ભલામણ કરતો પત્ર નાયબ મુખ્યમંત્રી તથા આરોગ્ય મંત્રી નીતિન પટેલને પત્ર લખ્યો છે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ નાયબ મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, તાજેતરમાં પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓ તેમની માંગણીઓ પુરી કરવાની માંગ સાથે અચોક્કસ મુદતની હડતાલ પર ગયા હતા. તેમની સામે આરોગ્ય કમિશનરે ૧૮મી જાન્યુઆરીએ પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓને તેઓની મૂળભૂત ફરજના સ્થળે તાત્કાલિક બિન શરતી હાજર થવા જણાવ્યું હતું.