વડોદરા

છેલ્લા કેટલાક દિવસોથી દેશભરમાં ખેડૂતો દ્વારા કૃષિ બિલના વિરોધમાં દેખાવો કરવામાં આવી રહ્યા છે. જેની નોંધ આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી લેવામાં આવી છે. આ આંદોલનના સમર્થનમાં હજુ ગઈકાલે જ શહેર કોંગ્રેસ દ્વારા કલેકટર કચેરીના પરિસર બહાર દેખાવો કરવામાં આવ્યા હતા. જ્યારે, આજે ખેડૂતોના આંદોલનના રાષ્ટ્રીય કાર્યક્રમના સમર્થનમાં એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના હોદ્દેદારો દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે સોશિયલ ડિસ્ટન્સીન્ગનું પચઆલણ કરીને પ્રતીક ઉપવાસ યોજીને ધરણા કરવામાં આવ્યા હતા અને કિસાન બિલનો વિરોધ કરીને દેશભરના ખેડૂતોને સમર્થન આપ્યું હતું અને સૂત્રોચ્ચાર કરીને કૃષિ બિલ અંગે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને આગામી દિવસોમાં પણ ખેડૂતોના સમર્થનમાં આંદોલન કરવાનું આહવાહન કર્યું હતું.