ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર સામસામે ટેન્કર અથડાતા આગ લાગવાની ઘટના સામે આવી હતી જેમા ગત વહેલી સવારે કચ્છ ધ્રાંગધ્રા તરફથી માલવણ તરફ જતા ટેન્કરમાં જ્વલનસીલ પદાથઁ ભરેલુ હોય જેની સામેથી આવતા અન્ય એક ટ્રક અથડાયો હતો આ અકસ્માત દરમિયાન ટેન્કરમાં અચાનક આગ લાગી હતી અને ટેન્કરમા જ્વલન પદાથઁ હોવાથી પલભરમા તો બંન્ને સામ-સામે જાેડાયેલા ટ્રકોમાં આગ લાગી હતી આ બનાવ વહેલી સવારનો હોવાથી અહિથી નિકળતા વાહન ચાલકોને સ્થાનિક ફાયર ફાઇટરનો સંપકઁ થઇ શક્યો ન હતો જેને લઇને એક બાદ એક છ જેટલા વાહનમાં આગનું વિકરાળ સ્વરુપ જાેવા મળ્યુ હતુ ત્યારે સમય જતા પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી ફાયર ફાઇટરનો મદદથી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કયોઁ હતો પરંતુ ત્યા સુધીમા બંન્ને ટ્રકો બળીને મળતું થયા હતા આ તરફ ટ્રકમાં ચાલક ભવરલાલ ચૌધરી ઉઃ૨૨નુ ઘટના સ્થળે મોત હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી છે. પરંતુ ટ્રકમાં લાગેલી આગ સમગ્ર રીતે બજારમા બાદ જ કેટલાક લોકોના મોત થયા છે તેનો સ્પષ્ટ આંકડો આવશે તેમ જણાવ્યુ હતુ જાેકે આજ લાગવાનુ મુખ્ય કારણ ટેન્કરમાં ભરેલો જ્વલનશીલ પદાથઁ હોવા છતા કોઇ જાતની સેફ્ટી રાખ્યા વગર નિકળતા અકસ્માતનો બનાવ બનાવની સાથે થોડા સ્પાકઁથી જ ટ્રક સળગી ઉઠ્‌યો હોવાનુ તારણ કાઢવામા આવ્યુ હતુ જ્યારે ટ્રકમા આગ લાગવાનુ ઘટનાને લઇને હાઇવે પર પાંચ કિમી સુધીના અંતરથી પણ આગ નજરે પડતી હતી અને આ બનાવથી કલાકો સુધી ટ્રાફીક ગામના દ્રશ્યો પણ સજાઁયા હતા.