ધ્રાગધ્રા, ધ્રાગધ્રા-હળવદ વિધાનસભાના ધારાસભ્ય તરીકે બે વખત જુદા-જુદા પક્ષમાથી ચુંટણી લડી ચુકેલા પરશોતમભાઇ સાબરીયાને અત્યાર સુધીમાં અહિની વિધાનસભાની ઐતિહાસીક જીત મળી છે અગાઉ કોગ્રેસ અને ત્યાર બાદ સિંચાઇ કૌભાંડની સંડોવણીમા આવી જતા પરશોતમ સાબરીયાએ કાયઁકરો ધારણ કયોઁ હતો અને ભાજપમાંથી વિધાનસભાની ચુંટણી લડી આશરે ૩૨હજાર મતોની ઐતિહાસીક લીડ લઇ ચુક્યા છે પરંતુ ધારાસભ્યના પત્નિ જશુબેન સાબરીયા મોરબીની ત્રાજપર ગ્રામપંચાયતની ચુંટણીમાં હારી ગયા હતા જાેકે ત્રાજપર ગ્રામપંચાયતની ચુંટણીના મતદાન પહેલા સત્તાપક્ષના ઉમેદવાર જયંતિભાઇ વરાણીયાને સંતાનો મામલે જશુબેન સાબરીયા દ્વારા વાંધો ઉઠાવ્યો હતો જ્યારે ચુંટણીમાં મતદાન બાદ પરીણામો જાહેર થતા જયંતિભાઇ વરાણીયા વિજેતા બનતા પુવઁ સરપંચ અને ધારાસભ્યના પત્નિ જશુબેન સાબરીયા પછડાટ આપી હતી ત્યારે ધ્રાગધ્રા-હળવદ વિધાનસભા ધારાસભ્યની પત્નિ સરપંચની ચૂંટણી હારી જતા મોરબી, ધ્રાગધ્રા તથા હળવદ સહિત છેક ગાંધીનગર સુધી રાજકારણમાં ચચાઁ જાેવા મળી હતી.

ધ્રાંગધ્રા પંથકની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારોએ જીતનો ઉત્સવ ઉજવ્યો

ધ્રાગધ્રા,  ધ્રાંગધ્રા પંથકની ગ્રામપંચાયતની ચુંટણીના મતદાન બાદ મંગળવારના રોજ શહેરની શીશુકુંજ ખાતે મતગણતરી હાથ ધરાઇ હતી જેમા સવારથી જ ઉમેદવાર સરપંચ , સભ્યો તથા ગ્રામજનો મોટી સંખ્યામા ઉમટ્યા હતા જ્યારે મતગણતરી શરુ થતા ગયા અને પરીણામ આવ્યા બાદ વિજેતા ઉમેદવારો દ્વારા વિજય સરઘસ સાથે પોતાના ગામ તરફ જવા રવાના થયા હતા જ્યારે પરાજીત ઉમેદવારો ઉદાસ મોઢે પાછુ ફરતા નજરે પડ્યા હતા.

આ તરફ ધ્રાગધ્રાની તમામ ગ્રામપંચાયતોમા સૌથી વધુ વયના સરપંચ પીપળા ગ્રામપંચાયતના ઉમેદવાર ગૌરીબેન ચાવડા ૯૫ વષઁના વિજેતા થતા સરપંચ થયા હતા જ્યારે સૌથી નાની ઉમર એટલે કે પુરુષ યુવા સરપંચ તરીકે રાવળીયાવદર ગ્રામપંચાયતના રતીલાલ(રતનસિંહ) ઠાકોર તથા રામગઢ ગ્રામપંચાયતના કરણસિહ જાહેર થયા હતા અને મહિલા યુવા ઉમેદવાર તરીકે ઇસદ્રા ગ્રામપંચાયતના રિનાબેન કિરીટભાઇ હારેજા વિજેતા થતા સરપંચ જાહેર થયા હતા આ તરફ મોડી રાત્રી સુધી મત ગણતરી ચાલતા કેટલાક ઉમેદવારોના પરીણામો આવતા મધ્યરાત્રી થઇ હોવા છતા આ વિજેતા ઉમેદવારોના દ્વારા મધ્યરાત્રીએ પોતાના ગામોમા વિજય સરઘસ યોજી પોતાની જીતની ખુશી વ્યક્ત કરી હતી.