ધ્રાંગધ્રા, શહેરોમાં ધીરે-ધીરે કોરોના પોઝિટીવ કેસની સંખ્યામા વધારો થતો પણ દેખાય છે ત્યારે સામાન્ય લોકો સાથે રાજકીય તાયફા કરી સરકારી ગાઇડલાઇન્સનુ ઉલ્લંઘન સાથે કાયઁકરો કરતા રાજકીય નેતાઓ પણ હવે પોઝિટીવ આવ્યા છે જેમા ધ્રાગધ્રા-હળવદ ધારાસભ્ય પરશોતમ સાબરીયા કોરોના પોઝિટીવ આવતા ધારાસભ્યો પોતે જ ટ્‌વીટ કરી માહિતી જાહેર કરી હતી જેમા છેલ્લા ચારેક દિવસથી ધારાસભ્ય પરશોતમ બાબરીયાની તબીયત નાદુરુસ્ત હોય અને કોરોનાના લક્ષણો જણાતા પોતે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. રીપોટઁ પોઝિટીવ આવતા ધારાસભ્યે પોતે પોઝિટીવ હોવાનુ જાહેર કર્યું હતું.

જૂનાગઢ પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોને માસ્ક પહેરાવ્યા

જૂનાગઢ, હાલ કોરોના મહામારીની ત્રીજી લહેર આવી ગઇ છે. ત્યારે સંક્રમણથી બચવા માસ્ક પહેરવું જરૂરી છે. માસ્ક ન પહેરવાનો દંડ ૧,૦૦૦ છેે. પરંતુ સામાન્ય લોકો આ દંડની રકમ ભરી ન શકે. ત્યારે જૂનાગઢ પોલીસે શહેરના અનેક વિસ્તારોમાં ફરી લોકોને ફ્રિમાં માસ્ક પહેરાવી સાથે માસ્કનું ફ્રિમાં વિતરણ પણ કર્યું છે. આ અંગે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, માસ્ક પહેરવા અંગે લોકોમાં જાગૃતિ આવે અને સામાન્ય મજૂરી કરતા લોકોને દંડ ભરવો ન પડે તે માટે ફ્રિમાં માસ્ક વિતરણ કરવા રેન્જ આઇજીપી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ સૂચના કરી હતી. બાદમાં એ ડિવીઝન, બી ડિવીઝન, સી ડિવીઝન સહીતના અધિકારીઓએ રિક્ષા ચાલકો, વાહન ચાલકો, ફ્રૂટ તેમજ અન્ય લારી વાળા, ગરીબો, મજૂરો, ફૂટપાથ પર રહેનારાને માસ્ક પહેરાવી, ફ્ર્રિમાં માસ્કનું વિતરણ કર્યું હતું.