ધ્રાંગધ્રા તાલુકા પંચાયતના મહિલા સદસ્ય દ્વારા રાજીનામુંધરતા રાજકીય ખળભળાટ
08, મે 2022

ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રા તાલુકા પંચાયતના મહિલા સદશ્ય ઉમીઁલાબેન કડીવાર દ્વારા વિધાનસભાની ચુંટણી પુવેઁ જ પોતાના સભ્યપદેથી રાજીનામુ ધરી દેતા રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે જેમા રાજચરાડી સીટ પરથી ભાજપના નેજા નીચે આશરે એક વષઁ પહેલા ચુંટણી લડીને વિજય થયેલા મહિલા ઉમેદવાર ઉમીઁલાબેન કડીવાર દ્વારા અચાનક જ રાજીનામુ ધરતા ગણગણાટ શરુ થયો છે. ત્યારે મહિલા સદશ્ય રહેલા ઉમીઁલાબેન કડીવાર દ્વારા જણાવાયુ હતુ કે “ તાલુકા પંચાયતની ચુંટણી પુવેઁ પોતે ભાજપ પક્ષમાથી ઉમેદવારી નોંધાવી હતી અને ચુંટણી પ્રચાર દરમિયાન સ્થાનિક જનતાને આપેલા વાયદા-વચનો પુણઁ કરવાની ખાત્રી પણ આપી હતી જેથી સ્થાનિક મતદાતાઓ દ્વારા તેઓને વિજય બનાવ્યા હતા પરંતુ સ્થાનિક પ્રજા તેઓની પાસે આશા લઇને આવે છે તે આશા પુણઁ થતી નથી સાથે જ પ્રજા લક્ષી કામગીરી થવી જાેઇએ તે કરવામા અનેક બાધાઓ સામે આવે છે જેના લીધે પોતે રાજીનામુ ધરી રહ્યા છે” આ તરફ ભારતીય જનતા પાટીઁમા તાલુકા પંચાયતના સદશ્ય દ્વારા વિધાનસભાની ચુંટણી પુવેઁ રાજીનામુ ધરી દેતા અનેક તકઁ-વિતઁક પણ સજાઁયા છે જાેકે હજુ મહિલા સદશ્ય ઉમીઁલાબેન દ્વારા પોતાના પતિ સાથે ધ્રાંગધ્રા તાલુકા પંચાયત ખાતે રાજીનામુ ધરી દીધુ છે પરંતુ હજુ સુધી રાજીનામુ સ્વીકારાયું છે.

તાલુકા પંચાયત સદશ્ય ઉમીઁલાબેનના પતિ સાથે વાત ચીત દરમિયાન તેઓ દ્વારા જણાવાયુ હતુ કે રાજચરાડી તાલુકા પંચાયત સીટ ૪૦ વષઁમા પ્રથમ વખત ભાજપના ફાળે ગઇ છે અને પ્રજાના કામ તો ઠીક પરંતુ મારા સાથળીની દિકરી નિલમબેન પટેલ પોતે તલાટી હોય અને હાલમા જ તમામ તલાટીઓના બદલી દરમિયાન તેઓની પણ બદલી ધ્રાંગધ્રા ગામે થઇ હોય પરંતુ નિલમબેનની બદલી માનપર ગામે થાય તે માટે પ્રયત્ન હાથ ધયોઁ હતો છતા પક્ષમા કોઇપણ આગેવાન તલાટીની બદલી જેટલુ સામાન્ય કામ પણ નહિ કરવી શકતા રાજીનામાનું પગલુ ભરવુ પડ્યુ છે.

વિધાનસભા ચૂંટણી પુવેઁ ભાજપના સમશ્યાનુ રાજીનામુ પડતા રાજકીય માહોલ ગરમાયો છે. જેમા તાલુકા પંચાયત સદશ્ય ઉમીઁલાબેન દ્વારા રાજીનામુ ધરતા જ સ્થાનિક આગેવાનો દ્વારા મનામણા શરુ થયા છે. પરંતુ હજુ સુધી તાલુકા પંચાયત ખાતેથી રાજીનામુ સ્વીકારું છે કે નહિ તેની સ્પષ્ટતા થઇ નથી જ્યારે આ સમગ્ર પ્રકરણ બાદ ટુંક સમયમા હજુપણ વધુ રાજીનામા પડશે તેવી આશંકા દશાઁવાઇ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution