જામનગર

જામનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અતિભારે વરસાદ પડવાથી કેટલાય વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે તેમજ જામનગર તાલુકાના તમામ ડેમ ઓવરફલો થઇ ચૂક્યા છે. જામનગર જિલ્લામાં મેઘો મહેરબાન થયો છે, ત્યારે કાલાવડમાં 24 કલાકમાં ધોધમાર 7 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે તેમજ જામનગરમાં 3.25 ઇંચ, જામજોધપુરમાં 2.25 અને જોડિયામાં 2 ઈંચ વરસાદથી ચારેતરફ પાણી પાણી જોવા મળ્યું હતું.


જામનગર-કાલાવડ હાઇવે પણ અતિભારે વરસાદને કારણે બંધ થયો છે.ત્યારે કાલાવડ તાલુકાનું ધુડશિયા ગામ બેટમાં ફેરવાયું છે.હેલિકોપ્ટરથી બચાવ કામગીરી આદરી છે..લોકો પોતાની અગાશી પર ચડી ગયા છે.જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી જ છે..


ઉપરવાસમાં વરસાદ પડતાં વોડિસાંગ ડેમ ઓવરફ્લો થયો છે.ત્યારે ધુડશિયા ગામ ડૂબી ગયુ છે.ડેમમાંથી સતત આવતા પાણીને કારણે ગામ બેટમાં ફેરવાયું છે.ગઇ કાલથી અત્યાર સુધી સતત વરસાદ વરસી રહ્યો છે..ખેડૂતાનાં ઉભા પાક પર નદીઓ વહેતી થઇ ગઇ છે.ઘરો ડૂબી ગયા છે..