દાહોદ-

રાજ્યની રૂપાણી સરકારના સફળ નેતૃત્વના 5 વર્ષની પુર્ણાહૂતિ નિમિત્તે ચાલી રહેલી ઉજવણીનો આજે 3 ઓગષ્ટે ત્રીજો દિવસ છે.ત્યારે આજના દિવસને અન્નોત્સવ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.દાહોદમાં રાજ્ય સરકારના આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી વર્ચ્યુઅલી જોડાયા છે અને અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યાં છે.

આ કાર્યક્રમમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે, ગરીબ અને અંત્યોદય પરિવારને વ્યક્તિદીઠ પાંચ કિલો અનાજની કિટનુ વિનામૂલ્યે વિતરણનો પ્રારંભ કરાવશે. આ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત લાભાર્થીઓ સાથે ગુજરાતના ગ્રામ્યકક્ષાના નાગરિકોના જીવનમાં કેવી રીતે પરિવર્તન આવ્યુ છે. આ યોજના થકી કેવા કેવા લાભ મળ્યા છે. વગેરે અંગે વાતચીત કરશે.ગુજરાતના ૧૭ હજાર પંડિત દિનદયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર પરથી 'અન્નોત્સવ' કાર્યક્રમ અન્વયે 4.25 લાખ ગરીબ અને અંત્યોદય પરિવારોને વ્યકિત દિઠ 5 કિલો અનાજની કિટ વિનામૂલ્યે આપવામાં આવશે. દાહોદ જિલ્લાની તમામ સસ્તા અનાજની દુકાન ખાતેથી યોજનાના લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજનુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરશે. સરકારના પાંચ વર્ષ પૂરા થતા હોવાની ઉજવણી રાજ્યવ્યાપી થઈ રહી છે. જેના ભાગરૂપે અન્નોત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.