શું તમે જાણો છો 'સ્કેમ 1992' નો આ ગુજરાતી એક્ટર એક સમયે સિમકાર્ડ વેચતો હતો?
07, એપ્રીલ 2021

મુંબઈ

'સ્કેમ ૧૯૯૨' નામની આ વેબ સિરીઝમાં હર્ષદ મહેતાની ભૂમિકા પ્રતિક ગાંધીએ ભજવી છે. આ વેબ સીરીઝમાં પ્રિતિકે પોતાની અભિનયથી લોકોને દિવાના બનાવ્યા જ નહીં, પરંતુ હવે તે ઇન્ડસ્ટ્રીના મોટા ફિલ્મ નિર્માતાઓની નજરમાં પણ આવી ગયો છે. આ જ કારણ છે કે આ સમયે પ્રિતિકને ઘણા પ્રોજેક્ટ ઓફર કરવામાં આવી રહ્યા છે. આજના આ લેખમાં ચાલો પ્રતીકના જીવન સાથે સંબંધિત કેટલીક રસપ્રદ વાતો જોઈએ ...

શું તમે જાણો છો કે એક સમયે પ્રિતિક પ્રિપેઇડ સિમકાર્ડ વેચતો હતો? હા એ સાચું છે. પ્રતીક એક સમયે પ્રિપેઇડ સિમકાર્ડ વેચતો હતો, ત્યારબાદ તે આ પ્રિપેઇડ સિમકાર્ડ્‌ને પોસ્ટ પેઇડ કરવાનું કામ કરતો હતો. પ્રતિક આ કામ તેના વતન સુરતમાં કરતો હતો. આજે ભલે પ્રતિક સફળતાની ઉંચાઈ પર છે પણ પ્રતિકે મોટા પડદે સફળતા મેળવવામાં ૧૫ વર્ષનો સમય લાગ્યો છે.

તમને જણાવી દઈએ કે પ્રતિકે મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અને ઔદ્યોગિક ઇજનેરીમાં ડિગ્રી મેળવી છે. પ્રતીક થિયેટરને ખૂબ પસંદ કરે છે, જ્યારે તેની કારકિર્દીના વળાંક આપનારી ફિલ્મ 'રોંગ સાઈડ રાજુ' હતી. વર્ષ ૨૦૧૬ માં આવેલી આ ફિલ્મને ગુજરાતી ભાષામાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution