શ્રાવણ સુદ પૂર્ણિમાનો એટલે કે રક્ષાબંધનનો રૂડો અવસર આવી પહોંચ્યો છે. રક્ષાબંધનનો આ અવસર એ તો ભાઈ બહેનના પવિત્ર પ્રેમ સાથે જોડાયેલો છે. જેમાં બહેન ભાઈના કલ્યાણની કામના સાથે અને પ્રભુ ભાઈની રક્ષા કરે તે લાગણી સાથે ભાઈના કાંડે રક્ષાસૂત્ર બાંધે છે. તો, સામે ભાઈ પણ બહેનને ભેટ આપી સદૈવ તેની રક્ષા કરવાનું વચન આપે છે. પણ, તમે આ રક્ષાબંધનની ઉજવણી કઈ રીતે કરો છો ? શું તમે કંઈ બોલ્યા વિના જ ભાઈને રાખડી બાંધી દો છો? જો હા, તો હવે એવું ન કરતા! વાસ્તવમાં ભાઈને રક્ષાસૂત્ર બાંધવાની વિધિ સાથે આપણાં શાસ્ત્રોમાં એક મંત્રનો ઉલ્લેખ મળે છે. કહે છે કે આ એક મંત્ર સાથે ભાઈને રક્ષાસૂત્ર બાંધવાથી તે સર્વોત્તમ ફળની પ્રાપ્તિ કરાવે છે. એટલું જ નહીં આ એક મંત્રની શક્તિને લીધે સકારાત્મક ઊર્જા સમગ્ર વર્ષ સ્થિર રહેતી હોવાની પણ માન્યતા છે. પુરાણોમાં રક્ષાસૂત્ર મંત્ર તરીકે આ મંત્રનો ઉલ્લેખ મળે છે. આ મંત્રનો અર્થ થાય છે કે, જે રક્ષાસૂત્રથી મહાન શક્તિશાળી દાનવ રાજા બલિને બાંધવામાં આવ્યા હતા, તે જ રક્ષા બંધનથી હું તને બાંધુ છું. એ તારી રક્ષા કરશે !


યેન બદ્ધો બલિરાજા, દાનવેન્દ્રો મહાબલંમ: 

તેનત્વામ અપિ બદ્ધનામિ રક્ષે, માચલ માચલ: 


રાખડી બાંધ્યા પહેલા તિલક કેમ કરવામાં આવે છે?

રક્ષા બંધન પર બાળપણથી આપણે જોઈએ છીએ કે, રાખડી બાંધ્યા પહેલા તિલક કરવામાં આવે છે. પરંતુ, શું તમને ખબર છે કે આ તિલક કેમ કરવામાં આવે છે. રક્ષા બંધન પર બાળપણથી આપણે જોઈએ છીએ કે, રાખડી બાંધ્યા પહેલા તિલક કરવામાં આવે છે. પરંતુ, શું તમને ખબર છે કે આ તિલક કેમ કરવામાં આવે છે. શું છે તેનું શુભ મહત્વ. તો જોઈએ કેમ તિલક કરવામાં આવે છે.