અમદાવાદ-

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંગ દ્વારા ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો દ્વારા સોશિયલ મીડિયા પર જલદ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ગઇકાલથી પડતર માંગણીઓને લઈને શરૂ કરેલા આ આંદોલનને પહેલા જ દિવસે 5 હજાર જેટલી પોસ્ટ મળી હતી. બિનસરકારી અનુદાનિત તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોના પડતર પ્રશ્નો મુદ્દે લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે પરંતુ તેમાં કોઇ પણ નિરાકરણ નહીં આવતા આજે ગાંધી ચીનધ્યા માર્ગે શિક્ષકો સોશિયલ મીડિયા પર આંદોલનમાં ઉતાર્યા છે.

રાષ્ટ્રીય મહાસંગ દ્વારા કરેલા આંદોલનમાં પહેલા દિવસે જ 5 હજાર જેટલી પોસ્ટ મળી છે. આ આંદોલન 7 ઓગસ્ટ સુધી ચાલવાનું છે જો આ સમયગાળામાં તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં રણનીતિ આ મામલે તૈયાર કરવામાં આવશે.શિક્ષકોના પ્રશ્નો જોઈએ તો જૂની નોકરી, શિક્ષકોને જૂના નિયમ મુજબ પેન્શન મળવું, સાતમા પગાર પંચના હપ્તાનું ચુકવણી, 1-5-65 ના ઠરાવ મુજબ પ્રિન્સિપાલની નિમણૂક કરવામાં આવે અને ઇજાફો મેળવામાં આવે પેન્શની ચૂકવણીઓ કરવામાં આવે જેવી માગણીઓ કેટલા સમયથી ચાલી રહી છે પરંતુ તેમનું કોઈ પણ સમાધાન આવ્યું નથી. આ મુદ્દે અનેક વખત સરકાર અને શિક્ષણ મંત્રીને પણ પત્ર લખી અને રૂબરૂ મુલાકાત કરવામાં આવી છે તો પણ તેનું કોઈ સમાધાન આવ્યું નથી. રાષ્ટ્રીય મહાસંઘના મહામંત્રી આર પી પટેલ એ જણાવ્યુ હતું કે અમે આ આંદોલન અમારી પડતર માગણીઓ અને પ્રશ્નોને લઈને કરી રહ્યા છીએ. કેટલા સમયથી અમારી માગણીઓને કોઈ ન્યાય મળ્યો નથી. અમારું આંદોલન 7 તારીખ સુધી ચાલશે ત્યારબાદ અમારી કોર કમિટીની બેઠક મળશે. અને આગામી રણનીતિ તૈયાર કરવામાં આવશે. અમને એક જ દિવસમાં 5 હજાર પોસ્ટ મળી છે હજી 6 દિવસમાં આ આંદોલનમાં 10 હજારથી વધુ પોસ્ટ મળે તેવી અમને આશા છે.