26, જુન 2021
નડિયાદ-
નડિયાદ નગરપાલિકાની પાછળ આવેલા શોપિંગ કોમ્પલેક્ષમાં 3 દુકાનોના આગળનો જર્જરિત સ્લેબ ધરાશાયી થયો હતો. આ સ્લેબ ધરાશયી થવાના કારણે સદનસીબે કોઈ જાનહાની થઇ ના હતી. ઘટનાની જાણે થતા નગરપાલિકાની ટિમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. નગરપાલિકા ની ટીમ દ્વારા કાટમાળને ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. નડિયાદ નગરપાલિકા પાછળ 45 વર્ષ જૂનું શોપિંગ સેન્ટર આવેલું છે. આ ઘટના બાદ નડિયાદ નગર પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે.