ગાંધીનગર, ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી આઠ વિધાનસભા બેઠકોની ચૂંટણીમાં કોંગ્રેસે પોતાના હાથમાં રહેલી તમામ બેઠકોને ગુમાવી હતી. જેના કારણે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ પોતાની નૈતિક જવાબદારી સમજીને પક્ષના પ્રભારીને રાજીનામાં સોંપ્યા હતા. આ દરમિયાનમાં પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ આજે નવી દિલ્હી પહોંચ્યા હતા. જેથી ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફાર થાય તેવી ચર્ચાઓએ જાેર પકડ્યું છે. એટલું જ નહી, નવા પ્રદેશ પ્રમુખ અને વિરોધપક્ષના નેતાના નામોની યાદીઓ પણ વહેતી થઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે મોવડીમંડળ આવો ર્નિણય લેશે તો નુકશાનકારક નિવડી શકે તેવી સંભાવના પણ આંતરિક સૂત્રોએ કરી છે. 

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસના આઠ ધારાસભ્યો દ્વારા રાજીનામાં આપવામાં આવ્યા હતા. જેના કારણે ખાલી પડેલી આ આઠ વિધાનસભા બેઠકોની તાજેતરમાં પેટા ચૂંટણીઓ યોજાઈ હતી. આ પેટાચૂંટણીમાં કોંગ્રેસે આઠે આઠ બેઠક ગુમાવી હતી. જેના કારણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ પોતાની નૈતિક જવાબદારી સમજીને પોતાના પદ ઉપરથી લેખિત રાજીનામાં પ્રદેશ પ્રભારી રાજીવ સાતવને સોંપ્યા હતા. આ દરમિયાનમાં રાજીવ સાતવ આજે દિલ્હી પહોંચ્યા હતા. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતાવની પક્ષના મોવડીમંડળ સાથેની બેઠકના કારણે ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં ફેરફાર થવાની ચર્ચાઓએ જાેર પકડ્યું હતું. કારણ કે, આ બંનેએ વર્ષ ૨૦૧૯માં યોજાયેલી લોકસભાની ચૂંટણીના પરાજય બાદ પોતાના પોતાના રાજીનામા આપ્યા હતા. હવે ફરી વખત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ રાજીનામા ધર્યા હોવાથી નવા ચહેરાઓને ગુજરાત કોંગ્રેસનું સુકાન સોંપવામાં આવે તેવી સંભાવનાઓ બળવત્તર બની છે.

કોંગ્રેસના રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચાઓ મુજબ ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી અને પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરના નામોની ચર્ચા મોખરે છે. આ ત્રણેય આગેવાનો ઓબીસી નેતાઓ છે. જયારે વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે ખેડબ્રહ્માના ધારાસભ્ય અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડક અશ્વિન કોટવાલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર તેમજ વિધાનસભા જાહેર હિસાભ સમિતિના ચેરમેન અને ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશના નામોની ચર્ચા ચાલી રહી છે. આ ત્રણેય નેતાઓ સિનિયર ધારાસભ્ય છે જેમાંથી પરમાર અને વંશ બંને સંસદીય બાબતોના સારા જ્ઞાતા પણ છે. જાે કે, કોંગ્રેસમાં ખૂબ ઝડપથી કોઈ ફેરફારો થતા નથી. તેમાં પણ રાજ્યમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે ત્યારે કોંગ્રેસ દ્વારા આવા મોટા ફેરફાર કરવામાં આવે તેવી સંભાવના નહીવત ગણાય છે. જાે પક્ષના મોવડીમંડળ દ્વારા જાે કોઈ આવો ર્નિણય લેવામાં આવશે તો તે પક્ષ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નુકશાન કારક બની શકે તેવી સંભાવના પણ આંતરિક સૂત્રો દ્વારા કરવામાં આવી છે.