ગાંધીનગર-

એસીબીએ વધુ એક અપ્રમાણસર મિલકતનો કેસ દાખલ કર્યો છે. કૃષ્ણકુમાર ઉપાધ્યાય પાસેથી ૪ કરોડથી વધુની અપ્રમાણસર મિલકત મળી આવી છે. કૃષ્ણકુમાર જમીન વિકાસ નિગમમાં તત્કાલીન મદદનિશ નિયામક હતાં. આ આરોપી સામે ૨૦૧૮માં ૧૪ ગુના દાખલ કરવામાં આવ્યા હતાં.

આ અંગે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં જણાવ્યુ હતું કે ખેત તલાવડી, સિમ તલાવડી કૌભાંડ આચરવામાં આવ્યું હતું. પાણીની ટાંકાની યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જમીન વિકાસ નિગમના ૮ અધિકારીઓની અપ્રમાણસર મિલ્કત શોધી છે. જેમાં આ ૮ અધિકારીઓની ૧૮ કરોડની અપ્રમાણસર મિલ્કત શોધી કાઢવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બે વર્ષ અગાઉ પણ સુરત જિલ્લાના ખેત તલાવડી કૌભાંડમાં એસીબીએ ચાર અધિકારી કૃષ્ણકુમાર ઉપાધ્યાય, સંતોષ પારૂલકર, તુલસીભાઇ ચૌધરી, અમરસિંહ ડોડિયા, બાબુલાલ પ્રભુદાસ પટેલ અને ખેંગાર કેશર ગઢવી ની ધરપકડ કરી હતી. માંગરોળ અને મહુવા તાલુકામાં નવ ખેતતલાવડી બનાવવામાં આવી હોવાનો ખોટો રેકર્ડ કાગળ પર ઊભો કરી સરકારી તિજાેરીને લાખોનો ચૂનો ચોપડાયો હતો. આમ, આરોપી સામે ૨૦૧૮માં ૧૪ ગુના જેટલા ગુના દાખલ કરાયા હતા.