વલસાડ વલસાડ ના ભગડાવાળા ગામ ના હદવિસ્તાર માં આવેલ કોલેજ ની બાજુ માંથી પસાર થયેલ સૌથી જૂના રસ્તા ને કોલેજ ના સંસ્થાવાળા ઓ એ એક ગેટ મૂકી ને બંધ કરવાની કામગીરી આરંભતા ગામલોકો એ વિરોધ કર્યો હતો.રસ્તા બંધ કરવાની બાબત ને તત્કાલ ધોરણે લોકો એ ગ્રામપંચાયત ને જાણ કરતા ભાગડાવાળા ગામ ના ઉપસરપંચ ગૌરવ ભાઈ આહિર તત્કાલ ધોરણે સ્થળ નિરીક્ષણ કરી ગામલોકો સાથે મળી કોલેજ સંચાલકો ને રસ્તો બંધ કરતા અટકાવ્યા હતા અને રસ્તા બાબતે સોમવારે ગ્રામપંચાયત ની મિટિંગ માં ચર્ચા કર્યા બાદ ર્નિણય લેવાશે એમ જણાવ્યું હતું આ રસ્તો વલસાડ કોલેજ કેમ્પસથી એન્જીનીયરીંગ કોલેજ થઈ પંચદેવ સોસાયટી તરફ જાય છે વિવાદ માં અવેક આ રસ્તા બાબતે મીડિયા એ વધુ તપાસ કરતા ઇસ. ૧૯૯૧-૯૨ માં પણ આ રસ્તો બંધ કરવાની બાબત ને લઈ વિવાદ થયો હતો ત્યારે ગામ લોકોએ કલેકટર ને રજુવાત પણ કરી હતી જે બાબતે કલેકટરે યોગ્ય તપાસ કરી ગ્રામપંચાયત નો નકશો જાેતા આ રસ્તો જૂની નાર તરીકે ઓળખતો હોવાનું જાણવા મળ્યું હતું.ત્યાર થી આજદિન સુધી આ રસ્તા પર કોઈ દબાણ થયું ન હતું

પરંતુ કોલેજ સંસ્થા ના સંચાલકો એ ત્રીસ વર્ષ બાદ ફરી રસ્તા ને બંધ કરવાની હીલચાલ કરતા ગામલોકો એ વિરોધ નોધાવ્યો હતો. લોકો એ કોલેજસંચાલકો દ્વારા કરાઈ રહેલ જુના રસ્ત્તા ના વિરોધ કરી કામ અટકાવ્યો ત્યાંરે સ્કોર્પિયો માં આવેલ. સંજય ભાઈ નામક વ્યક્તિ એ ગામલોકો ને ધાક ધમકી અપી દાદાગીરી કરી હતી લોકો એ ગેટ મુકવાની પરવાનગી ના કાગળો રજૂ કરવા જણાવ્યું ત્યારે સંજયભાઈ પરવાનગી ના કાગળ આપી શક્યા ન હતા.આને દાદાગીરી કરી હતી જે બાબત ને ગામ લોકો ફેસબુક પર લાઈવ કર્યો હતો. ફેસબુક લાઈવ થતા કોલેજ માં કોઈપણ હોદ્દા ન ધરાવતા સંજયભાઈ પોતા ની કાર માં જતા રહ્યા હતા.