દાહોદ, દાહોદ જિલ્લાની ઝાલોદ નગરપાલિકાના મહિલા ચીફ ઓફિસરની ચેમ્બરમાં ગત રોજ બપોરે વોર્ડ નંબર ૩ ના કાઉન્સિલર સફાઈ કામદારોના ટોળાંને લઇ પૂછ્યા વગર ઘુસી જઇ એટ્રોસિટીની ધમકી આપી આવશ્યક એવી સફાઈ સેવાઓ બંધ કરી દેવાની ધમકી આપતા મહિલા ચીફ ઓફિસર તેઓને શિસ્તમાં રહેવા અને અધિકારીની ચેમ્બરમાં પૂછ્યા વગર ન આવવા જણાવતા કાઉન્સિલર તેમજ તેમની સાથેનું સફાઈ કામદારોનું ટોળું ઉશ્કેરાઈ જઈ ગમે તેમ બોલવા લાગતા ચીફ ઓફિસરએ તેઓ ને ચેમ્બરમાંથી નીકળી જવાનું કડક શબ્દોમાં જણાવતા મામલો બિચક્યો હતો અને કે કાઉન્સિલર તથા તેની સાથેનું કામદારોનું ટોળું ઝાલોદ નગરપાલિકા માંથી રેલી સ્વરૂપે નીકળી ગામમાં ફરી ચીફ ઓફિસર હાય-હાયના સૂત્રોચાર સાથે ઝાલોદ પોલીસ સ્ટેશને પહોંચી પાલિકાના મહિલા ચીફ ઓફિસરે તેમના પ્રશ્નો ની રજૂઆત માટે ગયેલા સફાઈ કામદારોને જાતિ અપમાનીત અપશબ્દો બોલી અમાન્ય વ્યવહાર કર્યાના આક્ષેપ ભરી લેખિત રજૂઆત કરતા પાલિકાના મહિલાઓ ચીફ ઓફિસરે પણ પોતાના બચાવમાં ઝાલોદ પી.એસ.આઈને લેખિત રજૂઆત કરતા આ મામલાએ ભારે તુલ પકડ્યું હતું. ત્યારે આ મામલે ઝાલોદ નગરમાં અનેક તર્ક-વિતર્ક સભર ચર્ચાઓએ ભારે જાેર પકડયું હતું. તેવા સમયે ઝાલોદ પાલિકાના સફાઈ કામદારોએ આજથી નગરની સફાઈ સેવા બંધ કરી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જતા નગરજનોની સ્થિતિ પાડાના વાંકે પખાલીને ડામ જેવી થવા પામી છે.  

ઝાલોદ નગરપાલિકાના મહિલા ચીફ ઓફિસર હિરલબેન ઠાકર ગતરોજ બપોરના ત્રણેક વાગ્યાના સમયે ઝાલોદ નગરપાલિકા ખાતેની પોતાની ચેમ્બરમાં હતા. તે વખતે ઝાલોદ નગરપાલિકાના વોર્ડ નંબર ૩ ના કાઉન્સિલર મુકેશભાઈ એલ. ડામોર ચીફ ઓફિસરની ચેમ્બરમાં સફાઈ કામદારોનું ટોળું લઈને આવ્યા હતા અને મહિલા ચીફ ઓફિસરને એટ્રો સિટીની ધમકી આપી તેમજ આવશ્યક એવિ સફાઈ સેવાઓ બંધ કરી દેવાની ધમકી આપી હતી. જેથી ચીફ અ ોફિસર તેઓને શિસ્તમાં રહેવા તેમજ અધિકારીની ચેમ્બરમાં પૂછ્યા વગર ના આવવા જણાવતા તેઓ ગુસ્સે ભરાયા હતા અને ગમે તેમ બોલવા લાગ્યા હતા. તેઓને વારંવાર ચેમ્બરમાંથી બહાર જવા જણાવતા છતાં તેઓ બહાર ગયા ન હતા અને કાઉન્સિલર તેમના કામદારોના મસ્ટર પર નામ ચડાવવા દાદાગીરી કરતા તેમની માગણી અસ્વીકાર્ય હોઈ અને પાલિકાના વહીવટમાં દખલગીરી કરતી હોય અને તેઓએ એટ્રોસિટીની ધમકી આપી હોય કડક અવાજે બહાર નીકળવાનું કહેતા વોર્ડ નંબર ૩ ના કાઉન્સિલર તથા સફાઇ કામદારોનું ચીફ ઓફિસરની ચેમ્બરમાંથી બહાર નીકળી રેલી સ્વરૂપે ચીફ ઓફિસર હાય હાયના સૂત્રોચાર સાથે ચાલો પોલીસ મથકે પહોંચી હતી અને ઝાલોદ તાલુકાના સફાઇ કામદારોની સમસ્યાનો આજ દિન સુધી કોઈ નિકાલ થયો નથી અમે લોકો ચીફ ઓફિસર સાહેબ ને આ મામલે વારંવાર રજૂઆત કરવા જતા ચીફ ઓફિસર સાહેબ અમને અપશબ્દો બોલતા જેથી આજથી ઝાલોદ નગરની સફાઈ સેવા બંધ કરીશું અને ત્યાં સુધી અમોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમો સફાઈ સેવા બંધ રાખીશું અને આ કોરોના મહામારીમાં ગામમાં કોઇપણ મહામારી થાય તો તેની સંપૂર્ણ જવાબદારી ઝાલોદ ચીફ ઓફિસર સાહેબની રહેશે એવા મતલબની લેખિત રજૂઆત ઝાલોદ પી.એસ.આઇને કરી હતી અને આજથી જ સફાઈ સેવા બંધ કરી દીધી હતી. ચીફ ઓફિસરે પણ આ મામલે વોર્ડ નંબર ૩ ના કાઉન્સિલર તેમજ સફાઈ કામદારોના ટોળા વિરુદ્ધ ઝાલોદ પીએસઆઇને લેખિત રજૂઆત કરી છે.