02, સપ્ટેમ્બર 2020
અંક્લેશ્વર, તા.૧
અંકલેશ્વરમાં ઘરમાં સ્થાપન કરવામાં આવેલ ગણેશજી ની પ્રતિમાનું ઘરઆંગણે તો કેટલાક લોકોએ પૂરના પાણીમાં વિસર્જન કર્યુ હતું.કોવિડ - ૧૯ મહામારી ની અસર તહેવારો માં પણ જોવા મળી રહી છે અને ધામધૂમ થી ઉજવાતો ગણેશોત્સવને કોરોના નું ગ્રહણ લાગ્યુ હતુ,
સાર્વજનિક ઉજવાતો આ તહેવાર લોકોના ઘરો પૂરતો જ સિમીત બની ગયો હતો, જોકે દસ દિવસ સુધી પોતાના ઘર માં ગણપતિજી નું સ્થાપન કરીને લોકોએ ઘર આંગણેજ વિઘ્નહર્તા નું વિસર્જન વિઘ્નરહિત કર્યુ હતુ.જ્યારે કેટલાક લોકો બોરભાઠા બેટ તેમજ નર્મદા ગોલ્ડન બ્રિજ ખાતે ગણેશ વિસર્જન માટે ગયા હતા. પરંતુ પોલીસે તેમને અટકાવીને પરત કર્યા હતા.નર્મદામાં હરહંમેશ ગણેશજી નું વિસર્જન કરવામાં આવે છે. કેટલાક લોકોએ ાુરનું વિઘ્ન દૂર કરે તેવી પ્રાર્થના કરી હતી.