10, માર્ચ 2021
વડતાલ ધામમાં સુવર્ણજ્યંતિ રવિસભા વડતાલ પીઠાધીપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના સાનિધ્યમાં ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યું હતું. આ સુવર્ણ જ્યંતિ રવિસભા અંતર્ગત વડતાલ મંદિર તથા સહયોગી સંસ્થાઓ દ્વારા ઉનાળામાં જરૂરિયાતમંદ અને દરિદ્રનારાયણો માટે ૫૦ હજાર જાેડી ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસ, સાસંદ દેવુસિંહ ચૌહાણ સહિત સંપ્રદાયના સંતો-મહંતો-હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કથાદર્શનનો લાભ લીધો હતો.