ગોધરા સિવિલ હોસ્પિટલમાં ૪૨ જેટલા કોરોનાગ્રસ્ત દર્દીઓને રાખડીનું વિતરણ
04, ઓગ્સ્ટ 2020

ગોધરા, તા.૩ 

રક્ષાબંધન ના પવિત્ર તહેવાર નિમિત્તે ડાૅકટર સેલ પંચમહાલ બીજેપી દ્વારા કોવિડ-૧૯ ના ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ ૪૨ જેટલા દર્દી ની રક્ષા માટે રક્ષા કવચ તરીકે રાખડી સિવિલ સર્જન ડાૅ પી સાગર ને આપવામાં આવેલ હતી. ડાૅક્ટર સેલ દ્વારા આ તમામ દર્દી જલ્દી સાજા થઈ જાય તે માટે પ્રાર્થના કરી રક્ષા બંધન ના પવિત્ર પર્વ ની હોસ્પિટલમાં ઉજવણી કરવામાં આવી હતી. ડાૅ. યોગેશ પંડ્યા કન્વીનર, ડાૅ કિરણ પરમાર તથા અન્ય ડાૅક્ટરો ના ઉમદા વિચાર ને અમલ કરી તમામ કોરોનાગ્રસ્ત દર્દી ઓ ને રાખડી સાથે કંકુ અને ચોખા સાથે હોસ્પિટલ ના સ્ટાફ દ્વારા આઈશોલેશન વોડૅ માં આપવામાં આવેલ હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution