ભરૂચ

શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી અમિરો માટે હોય છે પણ આર્થિક રીતે અસક્ષમ અને ભિક્ષુકો માટે ધ્રુજાવી નાખતી રાત એટલે કાળ બનીને આવે છે. ઠંડીમાં ઠુઠવાયને મોતને ભેટેલાં કેટલાય ઉદાહરણો બધા જાણે જ છે. ત્યારે ફૂલ નહિ તો ફૂલની પાંખડીની ઉક્તિ સાર્થક કરી ભરુચમાં ગરીબ આર્થિક રીતે અસક્ષમ તેમજ ભિક્ષુકોને ભરૂચ “પુષ્પમ ગ્રુપ” દ્વારા ૨૫૦ જેટલા થાબળા નિરાધાર વૃદ્ધોની સેવા કરતી સેવાયજ્ઞ સમિતિને આપવામાં આવ્યા હતા. થાબળા વિતરણમાં જેમાં પુષ્પમ ગ્રુપના યટીન શેઠ સહિત સભ્યો તેમજ સેવાયજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટ હાજર રહ્યા હતા અને સમાજ સેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આવનાર સમયે આર્થિક રીતે સક્ષમ લોકો આવી રીતે આર્થિક અને શારીરિક અસક્ષમ હોય તેવા લોકોને મદદ કરી સેવાકીય કર્યો કરી માનવતા મહેકાવતાં રહીએ તેવું સામાજિક કાર્યકર રાકેશ ભટ્ટે જણાવ્યું હતું.