સુરત

વડોદરામાં પેટ્રોલ ભાવના વિરોધમાં મફત પેટ્રોલ આપ્યા બાદ સુરતમાં પણ કંઇક આવુ જ જોવા મળ્યુ છે...આથી સુમુલ ડેરીનાં દૂધનાં ભાવવધારાનાં વિરોધમાં કોંગ્રેસ દ્વારા દૂધનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે. સુરતમાં સુમુલ ડેરી દ્રારા દૂધના ભાવમાં વધારો કરતા લોકો વિરોધ કરી રહ્યા છે.માત્ર સુરતમાં શહેરમાં અને તાપી જિલ્લામાં 4 રૂપિયા થેલીમાં વધારો કરવામાં આવ્યો છે..આથી સામાન્ય માણસને આ કોરોના કાળમાં મોટો ફટકો પડ્યો છે.જ્યારે નવસારીમાં 28 રૂપિયા દૂધની થેલીનો ભાવ અને સુરતમાં 30 રૂપિયા કરવામાં આવ્યો છે.આથી પુણા ગામ સ્થાનિક લોકો દૂધની થેલી વિતરણ કરી વિરોધ કર્યો હતો અને જરુરિયાતમંદ લોકોને ફ્રીમાં દૂધનું વિતરણ કર્યુ હતુ. નવસારીથી દૂધની થેલી લાવી વિતરણ કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસથી સુમુલ ડેરીનો વિરોધ ચાલી રહ્યોં છે.

દૂધનાં ભાવોમાં આટલો ફર્ક છે...