કુંડળધામમાં ૧૦૦ નિસંતાન તેમજ વિધવા અને વિધુરોને કિટનું વિતરણ
30, નવેમ્બર 2021

કુંડળધામ  પરમ પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી સુપ્રસિદ્ધ તીર્થ સ્વામિનારાયણ મંદિર, કુંડળધામ દ્વારા અપાયેલાઆર્થિક સહયોગથી એક સો જેટલા નિઃસંતાન તેમજ વિધવા મહિલાઓ અને વિધુર વડિલોને રાશન કીટ તથા બ્લેન્કેટનું વિતરણ કરાયું હતું. કાર્ય તા. ૨૮મીના રોજ બોટાદ પોલીસ દ્વારા મહિલા પોલીસ સ્ટેશન બોટાદ ખાતેજરૂરિયાતમંદોને સહાયતાનું આ વિતરણ કરાયું હતું. બોટાદ જિલ્લા પોલીસ દાદા-દાદીના દોસ્ત પ્રોજેક્ટ અંતર્ગત ઇન્ડિયનરેડક્રોસ સોસાયટી જિલ્લા બ્રાન્ચ બોટાદના સહયોગથી આ સમગ્ર વિતરણ કાર્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોટાદ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી કિશોરભાઇ શાહ એવં અન્ય મહાનુભાવોના હસ્તે આ વિતરણ કરાયું હતું. એક સો જેટલા વિધવા – વિધુર વડિલોએ રાશન કીટતથા બ્લેન્કેટ પ્રાપ્ત કરી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ તથા બોટાદ જિલ્લા પોલીસ - સુરક્ષા સેતુ સોસાયટી એવં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીનો આભાર વ્યક્ત કર્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution