સુરત : કોરોનાવાયરસ મેં અંકુશમાં લેવા માટે પાલિકા દ્વારા શહેરમાં ધનવંતરી રથ અલગ અલગ વિસ્તારોમાં શરૂ કરવામાં આવ્યા છે ત્યારે સુરતના સીતાનગર પુણામાં ધન્વતરી રથમાં એકસ્પાયરી ડેટની દવા આપવાનું મસમોટું કૌભાંડ બહાર આવતા ચકચાર મચી જવા પામી છે. કોરોનાથી રક્ષણ મેળવવા અને બાળકોમાં લોહીની ઉણપ દુર થાય તે માટેની દવા લોકોને આપવામાં આવી રહી હતી પરંતુ ચોંકાવનારી બાબત એ સપાટી પર આવી છે કે આ દવા ઓગષ્ટ માસમાં જ એક્સપાયરી થઈ ગઈ હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર કૌભાંડને લઈને મનપાનું તંત્ર દોડતું થઇ જવા પામ્યું છે.  

સુરતની સીતાનગર સોસાયટીના રહીશ રાજુભાઈ જીરાવાલા એ સ્થાનિક કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયા ને વાત કરતા કોંગ્રેસના સભ્યોએ ધવન્તરી રથનું લોકેશન મેળવી ને સ્પેશિયલ સારથી હાઇટ્‌સ ભૈયા નગર ખાતે પહોંચી ચકાસણી કરતાં તેમાં મોટી માત્રામાં એકસ્પાયરી ડેઈટની દવા સાથે ઓગસ્ટ ૨૦૨૦ મહિને એક્સપાયરી થાય છે. તેવી દવાનો જથ્થો પણ મળી આવ્યો છે. ધન્વન્તરી રથમાં લોકોને એક્સપાયરી ડેઈટની દવાનું વિતરણ થવાનું મસ મોટું કૌભાંડ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

સુરત શહેરમાં ૧૧૮ ધન્વન્તરી રથ ચલાવવામાં આવી રહ્યાં છે. આ ધન્વન્તરિ રથ દ્વારા આરોગ્યલક્ષી સર્વે તેમજ ઓપીડી, તાવ તેમજ અન્ય બીમારી ની તપાસ માટે એક તબીબ પણ સાથે રાખવામાં આવે છે. તેમાં ઉકાળા, આર્યુવેદ અને હોમિયોપેથી સાથે અન્ય દવાનું વિતરણ થઈ રહ્યું છે. દરમિયાન આજે પુણા વિસ્તારની સીતાનગર સોસાયટીમાં સવારે ધન્નવતરી રથ આવ્યો અને સોસાયટીના રહીશોને દવાનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું.

સીતાનગર સોસાયટીના પ્રમુખ રાજુભાઈ જીરાવાલાએ સોસાયટીના લોકોને રોગથી બચવા માટે દવા લેવાની અપીલ કરી હતી. ધન્વતરી રથમાં બાળકોને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને લોહી ની ઉણપ પણ દુર થાય તે માટે ફોરિક એસીડની દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સોસાયટીના પ્રમુખ રાજુભાઈ જીરાવાલાનો ત્રણ વર્ષીય પુત્ર આયુષ માટે પણ તેમને લોહીના ઉણપ ની દવા લીધી હતી ધનવંતરી રથમાં ફરજ પર હાજર તબીબે તેના માટે અઢી મહિના ચાલે તેટલી એટલે ૭૦ જેટલી ગોળીઓ આપી હતી. પુત્રને દવા પીવડાવતા પહેલાં જ તેમની નજર ગોળીઓની સ્ટ્રીપ પર પડી હતી જેના પર ઓગષ્ટ ૨૦૨૦ એક્સપાયરી ડેઈટ હતી તેથી તેઓ ચોંકી ગયાં હતા. આ અંગે મનપાના તંત્રનો કોંગ્રેસના કોર્પોરેટરોને સાથે રાખીને સંપર્ક સાધવામાં આવ્યો હતો. પ્રમુખ રાજુભાઈ ના જણાવ્યા મુજબ હજુ સુધી મનપાના તંત્ર દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

આરોગ્યમંત્રી કુમાર કાનાણીનો ઉડાઉ જવાબ,‘તમે તમારી રીતે કાર્યવાહી કરો’

સીતાનગર સોસાયટી ના પ્રમુખ રાજુભાઇ જીરાવાળા એ આ અંગે કહ્યું કે મારા પુત્રને માટે લીધેલ દવા એકસપાયરી ડેટ ની હોવા અંગે તાત્કાલિક રાજ્યના આરોગ્યમંત્રી કુમાર કાનાણીનો સંપર્ક કર્યો પરંતુ તેમણે સંતોષકારક જવાબ આપવાને બદલે તમે તમારી કાર્યવાહી કરો હું મારી રીતે કરીશ રાજ્ય સરકારના જવાબદાર આરોગ્ય મંત્રી એવો જવાબ આપતા ચોકી ઉઠયા હતા.

કોંગ્રેસે તપાસ કરતાં ધન્વંતરી રથમાં ફરજ બજાવતા કર્મચારીઓ ભાગી છૂટ્યા

પ્રથમ આરોગ્ય મંત્રી કુમાર કાનાણી સુરત ના હોય તેમની પાસેથી સંતોષકારક જવાબ ના મળતા કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ સાવિલાયા અને નગર શિક્ષણ સમિતિના સદસ્ય સુરેશ સુહાગિયાને ઘટના અંગે અવગત કરતાં તેઓ તાબડતોબ સીતા નગર સોસાયટી આવી પહોંચ્યા હતા અને એક્સપાયરી ડેઈટની દવા જોઈ હતી. આ દરમિયાન સીતામનગરમાંથી ધન્વતરી રથ અન્ય સોસાયટીમાં પહોંચી ગયો હતો, સારથી હાઇટ્‌સ ભૈયા નગર ખાતે ધનવંતરી રથ ઉભો હતો ત્યાં જઈને પુછપરછ કરતાં ફરજ પરના કર્મચારીઓએ પ્રિન્ટીંગ મિસ્કેટની વાત કરી હતી. વધુ તપાસ કરતાં ધન્વન્તરી રથમાંથી અન્ય એક્સપાયરી ડેઈટની વધુ દવાઓ પણ મળી આવી હતી. આ ઉપરાંત અન્ય એક દવા જે આવતા મહિને એક્સપાયર થાય છે તે દવાનો પણ જથ્થો મળી આવ્યો છે. આવતા મહિને એક્સાપયરી થતી દવા પણ લોકોને અઢીથી ત્રણ મહિનાની આપવામાં આવી છે. કોંગ્રેસના કોર્પોરેટરોએ તપાસ કરતાં ધન્નવતરી રથમાં ફરજ બજાવતાં મહિલા તબીબ સહિતના કર્મચારીઓ ભાગી ગયાં હતા.