02, ડિસેમ્બર 2020
આણંદ : મણીબા ચેરીટેબલ ટ્રસ્ટ અને તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગના એનએસએસ સેલના નેજા હેઠળ દત્તક લીધેલાં પેટલાદ તાલુકાના પોરડા ગામે મણિબા ચેરિટેબલ ટ્રસ્ટના દાતા સ્વ.કાંતિભાઈ ચતુરભાઈ પટેલના સ્મરણાર્થેે દાતાઓ કિરણભાઈ કાન્તિલાલ પટેલ અને દિલીપભાઈ કાન્તિલાલ પટેલના સહયોગથી પ્રાથમિક શાળાના બાળકો માટે નોટબુક/ચોપડા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રવૃત્તિનો મુખ્ય હેતુ અત્યારની કોરોનાની પરિસ્થિતિમાં આ અનુદાન થકી વિદ્યાર્થીઓની શૈક્ષણિક વિકાસયાત્રામાં સહભાગી બનવાનો હતો. આ પ્રવૃતિઓમાં પોરડા ગામના સરપંચ નિલેશભાઈ દવે, તલાટી મંત્રી અજીતસિંહ, ગામના અગ્રણી ઘનશ્યામભાઈ પટેલ અને પોરડા પ્રાથમિક શાળાના આચાર્ય હર્ષિદાબેન, મણિબા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, સ્વંયમ સેવકો, ટ્રસ્ટના દાતાઓ, પોરડા પ્રાથમિક શાળાના શિક્ષકગણ અને એનએસએસ ટીમ જાેેડાયાં હતાં.
રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી કરાઇ
સરદાર પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગના એનએસએસ સેલના નેજા હેઠળ રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલાં મૂળભૂત અધિકારોના કન્સેપ્ટને આધારે પોસ્ટર તેમજ વીડિઓ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી જાગૃતતા ફેલાવી હતી. આ ઉપરાંત ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી બંધારણના આમુખ પર કટિબદ્ધ રહેવા પ્રતિજ્ઞા લીધી હતી.