25, નવેમ્બર 2023
જુનાગઢ, ગિરનારની ૩૬ કિલોમીટરની લીલી પરિક્રમા નો કાલ મધરાત થી પ્રારંભ થયો છે. ત્યારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા પહોંચ્યા છે.માત્ર ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ શ્રદ્ધાળુઓ પુણ્યનું ભાથું બાંધવા લીલી પરિક્રમામાં ઉમટી પડ્યા છે. જે યાત્રાળુ પરિક્રમા કરવા આવે છે તેમાંથી ઘણા યાત્રાળુઓ પોતાની સાથે કાચું ભોજન લાવે છે અને જ્યાં પરિક્રમા રૂટ પર રાત્રી રોકાણ કરે છે ત્યાં આ ખોરાકને પકવી અને ખાય છે. પરંતુ જે યાત્રાળુ ભોજન લાવતા નથી તેના માટે અહીં વર્ષોથી અલગ અલગ સેવાકીય સંસ્થાઓ દ્વારા પ્રસાદીની સેવા શરૂ કરવામાં આવી છે. અહીં પરિક્રમા દરેક રૂટ પર જતા થોડે જ દૂર અન્નક્ષેત્રો ખોલવામાં આવ્યા છે .જે શુદ્ધ અને સાત્વિક ભોજન આપે છે.છેલ્લા નવ વર્ષથી જુના અખંડ ગીરી બાપુ અહી અન્નક્ષેત્ર ચલાવે છે. ગીરનાર પરિક્રમા ના રૂટ પર પ્રથમ ચાર ચોક પાસે અન્નક્ષેત્રમાં પ્રસાદીની સેવા આપી રહ્યું છે. જેમાં ૧૦૦ થી વધુ સ્વયંસેવકો પાંચ દિવસ સતત ખડે પગે રહીને સેવા આપે છે.છે જેમાં ગરમા ગરમ નાસ્તો સાથે બપોરે રોટલા રોટલી,ખીચડી,અને અલગ અલગ શાક સહિતનું ભોજન પીરસીને પરિક્રમમાં પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. જ્યારે મહિલાઓ પણ બહારથી પર સેવા માટે તત્પર બન્યા છે. જય ગિરનારીના નાદ સાથે શ્રદ્ધાળુઓએ પરિક્રમા શરૂ કરી દીધી છે.ઈટવા ગેટ થી શરૂ થતી પરિક્રમા નો પ્રથમ પડાવ જીણાબાવાની મઢી બાદમાં માળવેલાની ઘોડી, નળ પાણીની ઘોડી થઈને ચોથો પડાવ બોરદેવી ખાતે શ્રદ્ધાળુઓ આવી પહોંચે છે અને બાદમાં ભવનાથ ખાતે પહોંચે ત્યારે પરિક્રમા પૂર્ણ થાય છે ૩૬ ાદ્બ ની પરિક્રમા દરમિયાન શ્રદ્ધાળુઓ જુદા જુદા અન્નક્ષેત્રોમાં ભોજન પ્રસાદ લઈ રહ્યા છે.ધન્યતા અનુભવી રહ્યા છે .
પરિક્રમા રૂટ પર પહેલી વાર બોરદેવી નજીક ૧૧ વર્ષની કિશોરી પર દીપડાએ હુમલો કરતા મોત નીપજ્યું
જૂનાગઢના ગિરનારની લીલી પરિક્રમા શરૂ થઈ ગઈ છે. આ પરિક્રમામાં લાખો યાત્રાળુઓ દર વર્ષે ઊમટે છે. આ વખતે પરિક્રમામાં એક દુઃખદ ઘટના બની છે. એમાં ઈતિહાસમાં કદાચ પ્રથમ વખત પરિક્રમા રૂટ પર બોરદેવી નજીક આજે વહેલી સવારે એક કિશોરી પર દીપડાએ હુમલો કર્યો હતો. જાજરૂ કરવા ગયેલી કિશોરીને દીપડો ઉઠાવીને દૂર લઈ ગયો હતો. એ બાદ તેને ફાડી ખાધી હતી. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ દોડતી થઈ હતી. વન વિભાગની ટીમને માત્ર તેનો મૃતદેહ હાથ લાગ્યો હતો. અમરેલી જિલ્લાના રાજુલાના વિક્ટર ગામેથી પરિક્રમા કરવા આવેલા પરિવારની ૧૧ વર્ષની કિશોરી પર દીપડાએ હુમલો કર્યો હતો. પરિક્રમા રૂટ પર બોરદેવી નજીક જંગલ વિસ્તારમાં સવારે કિશોરી ટોઈલેટ માટે ગઈ હતી ત્યારે દીપડાએ હુમલો કર્યો હતો. દીપડો તેને જંગલ વિસ્તારમાં લઈ જઈ નાસી ગયો હતો. દીકરીને દીપડાની ચુંગાલમાંથી છોડાવવા માટે પરિવારે પાછળ દોડ લગાવી હતી, જાેકે દીપડો તેને જંગલમાં દૂર લઈ જઈ નાસી ગયો હતો. પરિક્રમા રૂટ પરના વન વિભાગને દીપડાના હુમલાની જાણ કરવામાં આવતાં વન વિભાગની ટીમ દોડતી થઈ હતી. વન વિભાગ દ્વારા જંગલમાં ૫૦થી ૭૦ મીટર દૂર જઈ કિશોરીને શોધી કાઢી હતી. જાેકે તેનું મોત થઈ ગયું હતું. તેના મૃતદેહને વન વિભાગ દ્વારા જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને જ્યાં હાલ એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે.પરિક્રમા રૂટ પર વન્ય પ્રાણી દ્વારા હુમલો થયો હોય એવી આ પ્રથમ ઘટના છે. વન વિભાગની ટીમે હાલ હુમલાખોર દીપડાને પકડવા માટે પાંજરાં મૂકવાની પ્રક્રિયા હાથ ધરી છે. ૧૧ વર્ષીય કિશોરી પર દીપડાએ હુમલો કરતાં પરિક્રમાર્થીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. હાલ તો હુમલાની ઘટના બનતાં સીસીએફ, આરએફઓ સહિતનો વન વિભાગનો સ્ટાફ દોડતો થયો છે. ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની કાળજી રાખવા મંત્રી મૂળુભાઈ બેરાએ વનવિભાગને તાત્કાલિક સૂચના આપી છે.