ચેન્નાઈ-

તામિલનાડુમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને દ્રવિડ મુનેત્ર કઝગમ યાને ડીએમકે પક્ષ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. આ ઢંઢેરામાં સૌથી વધારે અલગ પ્રકારની કોઈ વાત હોય તો એ છે, ચૂંટણી ઢંઢેરાના વચનો પૂરા કરવા માટેનું એક અલગ મંત્રાલય ઊભું કરવાની પણ પક્ષ દ્વારા જાહેરાત કરાઈ છે. 

પક્ષે આ ઉપરાંત રાંધણગેસમાં 100 રૂપિયા સબસીડી આપવાનું વચન આપ્યું છે. મતદારોને રીઝવવા માટે આ ઉપરાંત પક્ષ દ્વારા કેટલીક અન્ય જાહેરાતો પણ કરવામાં આવી છે, જેમ કે, પેટ્રોલ અને ડિઝલમાં અનુક્રમે રૂપિયા પાંચ અને રૂપિયા 4નો પ્રતિ લિટર ઘટાડો તેમજ સરકારી શાળાના બાળકોને મફત ટેબલેટની પણ જાહેરાત કરી છે. જે વિદ્યાર્થીઓની ઉંમર 30 વર્ષથી ઓછી હશે તેમનું તમામ દેવું પણ માફ કરવાનું વચન અપાયું છે.