ૐ મંત્ર તો દરેક લોકોએ સાંભળ્યો જ હશે. પરંતુ કદાચ તે મંત્રનો જાપ કરવાથી થતા ચમત્કારો વિશે ઘણા ઓછા લોકો જાણતા હોય છે. ૐ માત્ર એક મંત્ર જ નથી, પરંતુ અપાર શક્તિનો સ્ત્રોત છે. ૐ શબ્દ ત્રણ સ્વરોનો બનેલો છે. અ, ઉ અને મ. જેને વેદોમાંથી લેવામાં આવ્યા છે. આ ત્રણેય અક્ષર પરમ બ્રહ્મને દર્શાવે છે. તેમાં આખા બ્રહ્માંડનું જ્ઞાન સમાયું છે.

ૐમાં છે ચમત્કારિક શક્તિ

ૐનું ઉચ્ચારણ આપે છે શારીરિક અને માનસિક લાભ

ૐ મંત્રના જાપથી મળે છે કષ્ટોથી મુક્તિ

અ, ઉ અને મ એ ત્રણેય શબ્દો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના પ્રતીક છે. કે ભૂ લોક, ભૂવ લોક અને સ્વર્ગ લોકનું પ્રતીક છે. તેના ઉચ્ચારણથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. પદ્માસન, અર્ધપદ્માસન અને સુખાસનમાં બેસીને 5,7, 11 કે 21 વાર મંત્રનો જાપ કરવાથી શુભફળ મળે છે. 

ૐ” મંત્ર જાપ કરવાથી થતા શારીરિક અને માનસિક ચમત્કારિક ફાયદાઓ

ૐ શબ્દનું ઉચ્ચારણ ધીમો, સામાન્ય અને પૂર્ણ શ્વાસ છોડવામાં મદદ કરે છે.

ૐ શબ્દનું ઉચ્ચારણ આપણા શ્વસન તંત્રને આરામ આપે છે. આ સાથે તે આપણા મનને શાંત કરવામાં મદદ કરે છે.

જ્યારે તમે ૐ શબ્દ બોલો છો ત્યારે પેટ, ફેફસા, ગળું, ચહેરાની તંત્રિકાઓ એટલે કે ચહેરાની નસો અને મગજ વાઈબ્રેટ થાય છે અને તેનાથી અચાનક જ તમને અલગ જ શક્તિની અનુભૂતિ થવા લાગે છે.

ૐ ધ્વની વક્ષ પિંજરને કંપિત કરે છે. જે આપણા ફેફસામાં ભરેલી હવા સાથે સંપર્કમાં આવે છે. આ પ્રક્રિયા ફેફસાની કોશિકાઓને ઉત્તેજિત કરે છે. જેનાથી ફેફસામાં શ્વાસ ઉચિત માત્રામાં આવી જઈ શકે છે.

એક રીસર્ચ દ્વારા એવું પણ સામે આવ્યું છે કે આ કંપન અત:સ્થાવી ગ્રંથીઓને પ્રભાવિત કરે છે. જેનું ચિકિત્સામાં અદ્દભુત મહત્વ છે.

જે લોકો ચિંતા અને ક્રોધથી પરેશાન છે તેમના માટે ઓમના ઉચ્ચારણ જેવો બીજો કોઈ સરળ રસ્તો નથી. પ્રદુષિત વાતાવરણમાં ૐ શબ્દનું ઉચ્ચારણ આપણા શરીરમાં રહેલ ઝેરને મુક્ત કરી દે છે.