લોકસત્તા ડેસ્ક-

દેશ અને દુનિયામાં જેટલી રીત એટલા રીવાજ અને એટલા જ એના વ્યવહાર દુનિયામાં ઘણા એવા રિવાજો છે જે કદાચ કયારેય માનવામાં પણ ના આવે અને તેમની પરંપરા જે આજ દિન સુધી તે સમુદાયના લોકો નિભાવી રહ્યા છે. દુનિયામાં ઘણી એવી પ્રજા અને તેની રિવાજો આજે પણ એક સંશોધનનો વિષય બન્યા છે. પણ શું તમે વિશ્વના એવા દેશ વિશે જાણો છો કે જ્યાં લોકો તેમના પૂર્વજોના મૃતદેહ સાથે રહે છે? જ્યાં લોકો તેમના પરિવારના સભ્યોના મૃત્યુ બાદ તેમને દફનાવતા નથી પરતું મૃતકોને મમીમાં પરિવર્તિત કરીને તેમની સાથે રાખે છે. મૃતકોને તેમની સાથે રાખવાની આ પરંપરા ઇન્ડોનેશિયાના તોરાજન સમુદાયમાં જોવા મળે છે. આ લોકોનું માનવું છે કે મૃત્યુ જીવનનો અંત નથી અને જે મૃત્યુ પામ્યો છે તે પણ જીવંત છે. તેઓ મૃત લોકોને તેમની સાથે જ રાખે છે, અને તેમને ખોરાક પણ આપે છે. જ્યારે કોઈનું મૃત્યુ થાય છે, ત્યારે દફનાવવાને બદલે ભેંસની બલિ આપવામાં આવે છે, ત્યાર બાદ ઉજવણી કરવામાં આવે છે પછી મૃતદેહને ઘરે લઈ જવામાં આવે છે.


દરેક ધર્મમાં જીવન બાદ મૃત્યુની એક સાયકલ ચાલતી આવે છે. જન્મ બાદ મૃત્યુ એક સહજ પરંપરાનો એક ભાગ છે. ત્યારે આ સમુદાયમાં મૃત્યુ બાદ પણ પરિવારજનો અને સ્નેહાઓને હંમેશા સાથે રાથી દરેક પ્રસંગોમાં તેમની હયાતી હોય તેવી રીતે શણગારવામાં આવે છે. જાણે કે મોત બાદ પણ તે જીવીત હોય  આ સમુદાય ડેડ હાર્વેસ્ટ ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે, જેમાં મૃત વ્યક્તિને બોક્સમાંથી બહાર કાઢીને તેમને સ્નાન કરાવી, અને ફરીથી નવા કપડા પહેરાવીને તૈયાર કરવામાં આવે છે અને તેમને ગમતું ભોજન બનાવવામાં આવે છે.  તેમના માટે એક રૂમ ખાલી કરવામાં આવે છે. જેમાં દરેક વસ્તુની જરૂરિયાત, કપડાં અને પસંદગીની વસ્તુઓ રાખવામાં આવી છે. ઘણા વર્ષો સુધી મૃત શરીરને બચાવવા માટે તેમના શરીર પર ફોર્માલ્ડીહાઇડ અને પાણીના સોલ્યુશન વાપરવામાં આવે છે જેનાથી ઘણા વર્ષો સુધી તેમનો મૃતદેહ સચવાય છે. બાદમાં આ મૃતદેહનો પરિવારમાં સમાવેશ કરવામાં આવે છે અને અહીં લોકો મરણને તહેવારની જેમ ઉજવે છે.આ દિવસે તૂટેલા શબપેટીનું સમારકામ કરવામાં આવે છે. આ પછી, દર વર્ષે ઓગસ્ટમાં કરવામાં આવતી આ પરંપરાને ‘મિનેને’ કહેવામાં આવે છે.આ પરંપરા દરમિયાન બહારના લોકોને પણ મૃત લોકોને મળવાની છૂટ છે.