વલસાડ વલસાડ શાકભાજી માર્કેટમાં ગુરૂવારે મોડી રાત્રે શાકભાજી માર્કેટ ખાતે આવેલા ૧૨૦ આવાસનો બીજા માળનો સ્લેબ ધરાશાઇ થતા લોકો નો જીવ અધ્ધર થયો હતો. સ્લેબ પડવાના અવાજ થી આસપાસ ના લોકો માં ભુકમ્પ આવ્યા હોવાની સ્થિતિ નો અનુભવ થયો હતો લગભગ ૧૯૮૫ પહેલા નિર્માણ થયેલ શાકમાર્કેટ ના બીજા માળ પર બિલ્ડીંગ જર્જરિત અવસ્થા માં આવી જતા ગમે ત્યારે પડી જવાની સ્થિતિ દર્શાવતી હતી અગાઉ શાક માર્કેટ માં વિજી એન્ટરપ્રાઇઝ નામક કાંદા બટાકા ના હોલસેલર વેપારી ની દુકાન ના કાઉન્ટર પર સ્લેબ પડી ગયો હતો જેમાં વેપારી અને વેપારી પુત્ર નો આબાદ બચાવ થયો હતો સ્લેબ પડી ગયા બાદ કોઈ કાળજી લેવાઈ ન હતી જે બાદ ગુરુવારે ફરી સ્લેબ ધરાશાઈ થતા લોકો દહેશત માં આવ્યા હતા સંજાેગવસ કોઈ ને પણ ઈજાગ્રસ્ત કે જાનહાની થઈ ન હતી . પાલિકા હસ્તક શાક માર્કેટ ના જર્જરિત હાલત બાબતે વેપારીઓ એ અનેક વાર રજુવાતો કરી છે. પરંતુ વેપારીઓ ની રજુવાતો ને પાલિકા તંત્ર આંખ આડે કાન કરી લેતા વેપારીઓ એ જીવલેણ સમસ્યા નો સામનો કરવો પડી રહ્યો છે.. ગુરૂવારે રાત્રે અંદાજીત ૩૦ ફૂટ લાંબો સ્લેબ ધરાશાઈ થતા બીજા મળે રહેતા તમામ લોકોને ફ્લેટમાંથી સુરક્ષિત રીતે બહાર બોલાવી લેવા માં આવ્યા હતા. વલસાડ પાલિકાના માજી પ્રમુખ રાજેશભાઇ પટેલે પાલિકાના ફાયર વિભાગ, વીજ કંપની અને પોલીસ વિભાગને તાત્કાલિક જાણ કરી દેવામાં આવી હતી. કોરોના ને કારણે રાત્રે ૮ વાગ્યે વેપારીઓ દુકાન બંધ કરી દેતા હોય છે કુદરત ની કરિશ્મા એ હતું કે વેપારીઓ દુકાન બંધ કરી ગયા હતા . જાે દુકાનો અને માર્કેટ ચાલુ હોતે તો ઘણા લોકોને ઇજાઓ પહોંચી હોતે તેમ સ્થાનિક વેપારીઓએ જણાવ્યું છે.