01, મે 2021
હિન્દુ ધર્મ ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે બજરંગબલીની આરાધનાથી તેઓ ખુબ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને પોતાના ભક્તોના જીવનમાં ખુશીઓનો સંચાર કરી દે છે. તેમની ભાવપૂર્ણ તેમજ સાચા મનતી આરાધના કરવાથી રોગ, ભય બધું જ દૂર થાય છે. એવી માન્યતા છે કે હનુમાન જ્યંતીના દિવસે ઘરમાં બજરંગબલીનો શૌર્ય પ્રદર્શન કરનારા ચિત્રને લગાવવાથી ઘરમાં રહેતા લોકોના રોગ અને ભય દૂર થઈ જાય છે. ઘરની તમામ બાધાઓ સમાપ્ત થઈ જાય છે.
હનુમાનજીની કૃપા મેળવવા માટે કરો આ ઉપાયો
મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત હોય છે. આ દિવસે સવારે ગાયને રોટલી ખવડાવો. તેનાથી ગરીબી દૂર થાય છે. મંગળવારના દિવસે હનુમાન મંદિરમાં નારિયળ ચઢાવો તેમજ મંદિરમાં ધ્વજા અર્પિત કરી ભગવાનને પ્રાર્થના કરો. માનવામાં આવે છે કે એવું કરવાથી આર્થિત સ્થિતિ સુદૃઢ થશે. એવી માન્યતા છે કે હનુમાન જ્યંતી પર પવનપુત્રનું ચિત્ર ઘરમાં પવિત્ર સ્થાન પર એ પ્રકારે લગાવો કે હનુમાનજી દક્ષિણ દિશા તરફ જોતા નજરે પડે. દક્ષિણ દિશા તરફ મુખ રાખો. આમ કરવાથી તમારા રોગ, ભય સહિતના અનેક દુખોનું નિવારણ થશે. બજરંગબલી વિશેષ બળશાળી છે. જેમાં બજરંગબલી પોતાની શક્તિનું પ્રદર્શન કરી રહ્યા હોય, એવું ચિત્ર ઘરમાં લગાવવાથી કોઈ પણ ખરાબ શક્તિનો પ્રવેશ નથી થતો.