દિલ્હી-

અમેરિકાના નિવૃત્ત થઇ રહેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જે ઘરમાં પોતાનું બાળપણ વીતાવેલું એ મકાન લીલામમાં મૂકાઇ રહ્યું હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.

મેન્શન ગ્લોબલ વેબસાઇટે કરેલી જાહેરાત મુજબ પાંચ બેડરૂમ ધરાવતું આ ઘર ઘણી રીતે યાદગાર છે. ડોનાલ્ડ ટ્રમ્પના પિતાએ ન્યૂયોર્કના ક્વીન્સ વિસ્તારમાં પોશ એરિયા ગણાતા જમૈકા એસ્ટેટ્‌સમાં 1940માં આ મકાન બનાવ્યું હતું. તાજેતરમાં યોજાએેલી અમેરિકી પ્રમુખની ચૂંટણી હારી ગયેલા ડોનાલ્ડ ટ્રમ્પ બાળપણના સંભારણાં જેવું આ ઘર કેમ વેચવા તૈયાર થયા હતા એ એક રહસ્ય છે. જાે કે એમને નજીકથી ઓળખતા લોકો કહે છે કે એમ ના માથા પર ઘણું મોટું દેવું હતું. 

આ ઘર ખરીદનારો ગ્રાહક એક ઇવેન્વેસ્ટર છે. એ આ મકાન ખરીદીને પોતે ચૂકવેલાં નાણાં કરતાં વધુ પૈસા આપે એને આ મકાન વેચી દેશે એમ કહેવાય છે. ટ્રમ્પના બર્થ ડે સર્ટિફિકેટમાં આ ઘરનું સરનામું નોંધેલું હતુ.