11, જુન 2022
ગાંધીનગર, રાજ્યમાં જે કોઈ ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓને ગણવેશ, બૂટ, પુસ્તકો, સાહિત્યો અને સ્ટેશનરી ચોક્કસ દુકાન કે સંસ્થામાંથી જ ખરીદવા માટે દબાણ કરતી હશે તેવી શાળાઓ સામે દંડનીય કાર્યવાહી કરાશે તેમજ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે. વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ-વાલીઓના હિતમાં બિન અનુદાનિત ખાનગી શાળા સામે દંડનીય કાર્યવાહીથી લઇને શાળા કે સંસ્થાની માન્યતા રદ કરવા સુધીની જાેગવાઈ કરાઈ છે. શિક્ષણ મંત્રી વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, જાે કોઈ પાંચ કે તેથી વધુ વખત અનિયમિતતા આચરે તો તેવા કિસ્સામાં શાળા, સંસ્થાની માન્યતા રદ કરવાની કાર્યવાહી પણ હાથ ધરાશે. જેમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓના હિતમાં બિન અનુદાનિત ખાનગી શાળા સામે કડક વલણ અપનાવી દંડનીય કાર્યવાહીથી લઇને શાળા કે સંસ્થાની માન્યતા રદ કરવા સુધીની જાેગવાઇઓ કરવામાં આવી હોવાનું શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ છે. શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને ગણવેશ, બૂટ, પુસ્તકો, સાહિત્યો અને સ્ટેશનરી ચોક્કસ દુકાન કે સંસ્થામાંથી જ ખરીદવા દબાણ કરતી શાળાઓ સામે દંડનીય કાર્યવાહીની જાેગવાઈ કરવામાં આવશે. એટલુ જ નહિ, અનિયમિતતા આચરતી ખાનગી શાળાઓ સામે પહેલી વખતમાં રૂ. ૧૦ હજાર અને ત્યારબાદના અનિયમિતતાના દરેક કિસ્સામાં રૂ. ૨૫ હજાર દંડ કરવાની શિક્ષણ વિભાગ દ્વારા જાેગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત પાંચ કે તેથી વધુ વખત અનિયમિતતા આચરે તો તેવા કિસ્સામાં શાળા કે સંસ્થાની માન્યતા રદ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.