બાલાસિનોર : મહિસાગર જિલ્લામાં આજે બાલાસિનોર તાલુકામાં ૪ મહિલા, ૫ પુરુષ, ખાનપુર તાલુકાના ૧ પુરુષ, લુણાવાડા તાલુકામાં ૨ મહિલા, ૬ પુરુષ, સંતરામપુર તાલુકામાં ૧ પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સતત બીજા દિવસે જિલ્લામાં કોરોનાના ડબલ ફિગરમાં કેસ નોંધાતા વહીવટી તંત્રની ચિંતા વધી ગઈ છે. દિવાળી વખતે તંત્રએ દાખવેલી બેદરકારીના પરિણામો હવે સામે આવી રહ્યાં છે. જિલ્લામાં કોરોના સંક્રમણના અત્યાર સુધીમાં એટલે કે તારીખ ૨૧ના સાંજના ૬ વાગ્યા સુધીમાં ૧૫૧૩ કેસ પોઝિટિવ નોંધાઈ ચૂક્યાં છે. આજે જિલ્‍લામાં સારવાર લઇ રહેલાં દર્દીઓ પૈકી બાલાસિનોર તાલુકાની ૧ મહિલા, ૩ પુરુષ, કડાણા તાલુકાના ૧ પુરુષ, ખાનપુર તાલુકાની ૧ મહિલા, ૪ પુરુષંએ કોરોનાને મહાત આપતાં રજા આપવામાં આવતાં સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્‍લામાં અત્યાર સુધીમાં કુલ ૧૩૨૯ દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે ૮ વ્યક્તિનાં મૃત્યુ થયા છે. અન્ય કારણથી ૩૫ દર્દીનાં મૃત્યુ થતાં જિલ્લામાં કુલ ૪૩ મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝન ફ્લૂ અને કોરોનાના કુલ ૮૨,૬૧૧ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેમજ જિલ્લાની ૪૨૯ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાન હેઠળ રાખવામાં આવ્યાં હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.   

મહિસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવના કારણે ૨૩ દર્દી ડિસિ્‍ટ્રકટ હોસ્પિટલ, લુણાવાડા, ૧૦૯ દર્દી હોમ આઇસોલેશન, ૨ દર્દી લુણાવાડા શિતલ નર્સિગ કોલેજ, ૧ દર્દી એસ.ડી.એચ. સંતરામપુર અને ૬ દર્દી અન્ય જિલ્લા ખાતે સારવાર હેઠળ છે. કોરોના પોઝિટિવ આવેલાં દર્દીઓ પૈકી ૧૩૫ દર્દીઓ સ્ટેબલ, ૬ દર્દીઓ ઓક્સિજન પર છે.