દિલ્હી-

કોરોના વાયરસની બીજી લહેર ભારત માટ ઘાતક સાબિત થઇ છે. દેશના મોટાભાગના રાજ્યોમાં કરોના વાયરસની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. દેશમાં દરરોજ કોરોના વાયરસના ૨ લાખ કરતા વધારે નવા કેસ સામે આવી રહ્યા છે. તેવામાં સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશના ૧૦ રાજ્યોની અંદર કોરોના વાયરસના ડબલ મ્યુટેંટ મળ્યા છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરતા, કર્ણાટક અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યો સામેલ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે આ ડબલ મ્યુટેંટ વાયરસ અંગે જાણકારી આપી છે, પરંતુ દેશમાં કોરોનાની બેકાબૂ સ્થિતિ માટે આ ડબલ મ્યુટેંટ જવાબદાર છે કે કેમ તે જણાવ્યું નથી. ઈ મ્યુટેંટને લઇને અત્યારે સંશોધન શરુ છે. તો આ તરફ રાજધી દિલ્હીમાં ડબલ મ્યુટેંટની સાથે સાથે યુકે વેરિએંટ પણ મળ્યો છે.

મીડિયામાં છરાયેલી રિપોર્ટ પ્રમાણે યુકે વેરિએંટ અત્યર સુધીમાં દેશના ૭૦-૮૦ જિલ્લામાં ફેલાઇ ચુક્યો છે. ઉલ્લેખનીય છે કે યુ કે સ્ટ્રેનના કારણે જ બ્રિટનમાં કોરોનાનો કાળઓ કહેર મચ્યો હતો. આ સટ્રેન પહેલાના સ્ટ્રેન કરતા અનેક ગણો વધારે ચેપી છે. જાે કે આ સ્ટ્રેનના કારણે થનાર મૃત્યુ અંગે હજુ પણ સંશોધન શરુ છે.

દેશમાં કોરોના વાયરસના આ પ્રકોપથ બચવા માટે વિવિધ રાજ્ય સરકારો પોતાની રીતે પ્રતિબંધો લાગુ કરી રહી છે. હાલમાં જ દિલ્હી અંદર વિકેન્ડ કફ્ર્યુ લાગુ કરવામાં આવ્યો છે. તો આ તરફ ઉત્તર પ્રદેશના ૧૦ જિલ્લામાં નાઇટ કફ્ર્યુના સમયમાં પણ બદલાવ કરાયો છે. આ તરફ મહારાષ્ટ્રમાં ૧૫ દિવસનું આંશિક લોકડાઉન લાગુ કરાયું છે.